કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, જાણો કયા દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું?

કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, જાણો કયા દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું?

09/28/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, જાણો કયા દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટમી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો થયો છે.  મહીસાગર જિલ્લામાં કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં 2017માં વિધાનસભા માટે ટિકિટ માગી હતી, પરંતુ સગાવાદના કારણે ટિકિટ ન મળ્યા ન લગાવ્યા આક્ષેપ. કોંગ્રેસમાં વિવિધ પદો ઉપર રહી ચૂક્યા છે ઉદેસિંહ ચૌહાણ. આગામી સમયમાં આમ  આદમી પાર્ટીમાં જોડાશે.


રાજકોટથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ, કોણ કોણ રહ્યું ઉપસ્થિત?

રાજકોટથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ, કોણ કોણ રહ્યું ઉપસ્થિત?

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટ સરદાર પટેલ સ્ટેચ્યુથી માના દ્વારે કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ થયો છે. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોરે  ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતો. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે.


કોણ કરશે યાત્રાનું સ્વાગત

કોણ કરશે યાત્રાનું સ્વાગત

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ શુક્રવારે જણાવ્યું હતું કે 'ચાલો કોંગ્રેસ સાથે માતાના દ્વારે જઈએ'ની યાત્રા બુધવારે સવારે 8 વાગ્યે રાજકોટ શહેરથી શરૂ થશે. કગથરાએ જણાવ્યું હતું કે ખોડલધામ ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ રાજકોટ જિલ્લાના કાગવડ મંદિર ખાતે 500 વાહનો સાથે રેલીનું સ્વાગત કરશે. લેઉવા પાટીદાર સમાજમાં નરેશ પટેલોનો આધાર સારો માનવામાં આવે છે. તેઓ ખોડલધામ મંદિરના ટ્રસ્ટી પણ છે.

 

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top