Sports : આ ગુજરાતી યુવા ક્રિકેટરે ફટકારી બેવડી સદી! સચિન અને સહેવાગના લિસ્ટમાં બનાવી પોતાની જગ્

Sports : આ ગુજરાતી યુવા ક્રિકેટરે ફટકારી બેવડી સદી! સચિન અને સહેવાગના લિસ્ટમાં બનાવી પોતાની જગ્યા....

11/18/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

Sports : આ ગુજરાતી યુવા ક્રિકેટરે ફટકારી બેવડી સદી! સચિન અને સહેવાગના લિસ્ટમાં બનાવી પોતાની જગ્

સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા એક એવો ખેલાડી છે જેણે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી મોટી ઈનિંગ્સ રમી છે. તેણે 264 રનનો જંગી સ્કોર બનાવ્યો છે. પણ બેવડી સદી ફટકારનર ખેલાડીઓની યાદીમાં વધુ એક ગુજરાતી ખેલાડીનું નામ ઉમેરાઈ ગયું છે.


બેવડી સદી ફટકારીને વિશેષ યાદીમાં જગ્યા બનાવી

બેવડી સદી ફટકારીને વિશેષ યાદીમાં જગ્યા બનાવી

રવિવારે લિસ્ટ-એ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીની મેચમાં સમર્થ વ્યાસે બેવડી સદી ફટકારીને વિશેષ યાદીમાં જગ્યા બનાવી લીધી છે. સૌરાષ્ટ્રના 26 વર્ષીય સમર્થે મણિપુર સામે 131 બોલમાં 200 રન બનાવ્યા હતા. 20 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર તે 9મો ભારતીય છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે પણ આ મોટું કરતબ કર્યું છે. મણિપુર સામે પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે 4 વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.


પ્રથમ વિકેટ માટે 282 રનની મોટી ભાગીદારી

પ્રથમ વિકેટ માટે 282 રનની મોટી ભાગીદારી

સૌરાષ્ટ્ર માટે સમર્થ વ્યાસ અને હાર્વિક દેસાઈ ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 282 રનની મોટી ભાગીદારી કરી હતી. હાર્વિકે 107 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ સાથે જ સમર્થે 130 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. જોકે તે આગલા બોલ પર આઉટ થઈ ગયો હતો આ તેની લિસ્ટ-એ કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ છે. આ પહેલા તે ક્યારેય 150 રનના આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. અત્યાર સુધી તેની સૌથી મોટી ઇનિંગ અણનમ 124 રનની હતી.


ટી20 મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન

ટી20 મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન

સમર્થ વ્યાસે વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં ચંદીગઢ સામે 61 રન બનાવ્યા હતા . આ તેની બીજી મેચ છે. પ્રથમ મેચમાં તેણે ચંદીગઢ સામે 64 બોલમાં 61 રન બનાવ્યા હતા. ટીમે આ મેચમાં 7 વિકેટે મોટી જીત નોંધાવી હતી. અગાઉ સમર્થે ટી20 મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 7 ઇનિંગ્સમાં 52ની એવરેજથી 314 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 177 રનનો હતો. આ દરમિયાન તેણે 97, 97*, 33, 12, 27, 34 અને 14 રનની ઇનિંગ્સ રમી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top