આ શું મોદી સરકારના શપથગ્રહણ સમારોહમાં દેખાયું રહસ્યમય પ્રાણી..! જુઓ રાષ્ટ્રપતિ ભવનનો વીડિયો
Animal Reached Rashtrapati Bhawan : નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, બોલિવૂડ કલાકારો, વેપાર-જગતના હસ્તીઓ સહિત છ હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે સમારોહમાં એક રહસ્યમય પ્રાણી પણ ત્યાં ટહેલતો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.દીપડાનો વાયરલ થયેલો વીડિયો 12 સેકન્ડો છે, જેમાં શપથ લીધા બાદ મંત્રી દુર્ગાદાસ હસ્તાક્ષર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની પાછળ રાષ્ટ્રપતિ ભવનની સીડીઓ પર એક રહસ્યમય પ્રાણી પસાર થતું જોવા મળી રહ્યું છે. જોકે આ કયું પ્રાણી છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે, આ દીપડો હતો.
Is that a wild animal in the background, strolling in the Rashtrapati Bhawan? pic.twitter.com/OPIHm40RhV — We, the people of India (@India_Policy) June 10, 2024
Is that a wild animal in the background, strolling in the Rashtrapati Bhawan? pic.twitter.com/OPIHm40RhV
જો આ પ્રાણી દીપડો છે, તો રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈ ચિંતાની વાત છે. જો આ દીપડો જ હતો તો રાહતની વાત એ છે કે, તે મંચ તરફ આવ્યો નથી અને મહેમાનોની ભીડ બાજુ પણ ગયો નથી. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આખરે આ કયું પ્રાણી છે, જે ખુલ્લેઆમ અને તે પણ રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય કાર્યક્રમમાં દેખાયો છે. વીડિયોમાં દેખાતા પ્રાણીના ચિત્ર પરથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે, આ લગભગ દીપડો જ હતો. કેટલાક લોકોનું કહેવું છે કે, ત્યાં કદાચ કોઈ પાલતું પ્રાણી છે. જોકે હજુ સુધી આ વીડિયોની કોઈ પુષ્ટી સામે આવી નથી. બીજીતરફ સોશિયલ મીડિયા યુઝર્સો આ વીડિયોની ખરાઈ પર પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp