Cricket : પ્રથમ મેચમાં શરમજનક હાર બાદ હવે ટીમમાં થઈ શકે છે ઘાતક ખેલાડીની એન્ટ્રી; ઓસ્ટ્રેલિયન ક

Cricket : પ્રથમ મેચમાં શરમજનક હાર બાદ હવે ટીમમાં થઈ શકે છે ઘાતક ખેલાડીની એન્ટ્રી; ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોમાં ફફડાટ

09/23/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

Cricket : પ્રથમ મેચમાં શરમજનક હાર બાદ હવે ટીમમાં થઈ શકે છે ઘાતક ખેલાડીની એન્ટ્રી; ઓસ્ટ્રેલિયન ક

સ્પોર્ટ્સ ડેસ્ક : પીઠની ઈજાના કારણે એશિયા કપમાં ન રમી શકનાર સ્ટાર ભારતીય બોલર જસપ્રીત બુમરાહને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આ સિવાય તેને વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની બે ડોમેસ્ટિક સિરીઝ માટે પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


હાર સાથે પરિણામ ભોગવવું પડ્યું

હાર સાથે પરિણામ ભોગવવું પડ્યું

મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20Iમાં બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ટીમને હાર સાથે પરિણામ ભોગવવું પડ્યું. મેચમાં બુમરાહની ખોટ વર્તાઈ હતી. સંપૂર્ણ ફિટ ન હોવાના કારણે તેને મેચમાં સામેલ કરવામાં આવ્યો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ટીમ મેનેજમેન્ટે કહ્યું કે અમે બુમરાહ જે અત્યારે થોડા સમય પહેલા જ પાછો ફિટ થયો છે, તેને સીધો જ રમવા દેવાનું જોખમ ન લઈ શકીએ. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી મેચમાં રમી શકે છે.


ટીમ મેનેજમેન્ટ જોખમ લેવા માગતું ન હતું

ટીમ મેનેજમેન્ટ જોખમ લેવા માગતું ન હતું

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ મેનેજમેન્ટ બુમરાહને રમાડવા માટે ઉતાવળ કરવા માગતું ન હતું. આ જ કારણ હતું કે તેને મોહાલીમાં ટીમમાં સ્થાન ન મળ્યું. પરંતુ જ્યારે બુમરાહે પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો છે, ત્યારે તે સંપૂર્ણ રીતે એક્શનમાં જોવા મળી શકે છે. જણાવી દઈએ કે બુધવારે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ નહોતી કરી, કારણ કે આ દિવસે ટીમ મોહાલીથી નાગપુર પહોંચી હતી.


જસપ્રીત બુમરાહ ઈજાના કારણે એશિયા કપમાં રમ્યો ન હતો

જસપ્રીત બુમરાહ ઈજાના કારણે એશિયા કપમાં રમ્યો ન હતો

જો બુમરાહને બીજી મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે તો આ માટે ઉમેશ યાદવ અથવા હર્ષલ પટેલને આરામ આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ ભુવનેશ્વરને આરામ આપવા માંગશે નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top