10 દિવસમાં પૈસા ડબલ! આ 'ફીર હેરાફેરી'નો ડાયલોગ નથી પરંતુ સત્ય હકીકત છે, જાણો

10 દિવસમાં પૈસા ડબલ! આ 'ફીર હેરાફેરી'નો ડાયલોગ નથી પરંતુ સત્ય હકીકત છે, જાણો

09/19/2022 Business

SidhiKhabar

SidhiKhabar

10 દિવસમાં પૈસા ડબલ! આ 'ફીર હેરાફેરી'નો ડાયલોગ નથી પરંતુ સત્ય હકીકત છે, જાણો

શેરબજાર ખૂબ જ અસ્થિર વ્યવસાય માનવામાં આવે છે. આમાં કયો સ્ટોક રોકાણકારોને ક્યારે જમીન પરથી આકાશ પર લઈ જશે તે કહી શકાય નહીં. વેલેન્સિયા ન્યુટ્રિશનના શેરે પણ કંઈક આવું જ કર્યું છે. આ શેરે માત્ર 10 દિવસમાં જ શાનદાર વળતર આપતા તેના રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. કંપનીના શેર સોમવારે પણ ટ્રેડિંગ દરમિયાન મજબૂત લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


લાઇફ સ્ટાઇલ સંબંધિત રોગોને રોકવા અને તેનું સંચાલન કરવા માટે મલ્ટિ-ન્યુટ્રિઅન્ટ બેવરેજિસના સંશોધન, વિકાસ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી, કંપનીએ છેલ્લા કેટલાક દિવસોમાં તેના રોકાણકારોના નાણાં બમણાથી વધુ કર્યા છે. રિપોર્ટ અનુસાર, વેલેન્સિયા ન્યુટ્રિશન શેર 5 સપ્ટેમ્બર, 2022ના રોજ 10.95 રૂપિયા પર બંધ થયો હતો, પરંતુ છેલ્લા 10 દિવસમાં તેના શેરની કિંમત 21.25 રૂપિયા પર પહોંચી ગઈ છે. મતલબ કે છેલ્લા 10 દિવસમાં આ શેરે રોકાણકારોના પૈસા બમણા કર્યા છે.

વેલેન્સિયા ન્યુટ્રિશન સ્ટોક્સ મજબૂત તેજી સાથે 52-સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. આ 10 દિવસ દરમિયાન શેરમાં 94.05 ટકાનો વધારો નોંધાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે કંપનીના શેરની કિંમતમાં આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે BSE સેન્સેક્સ ઈન્ડેક્સ 0.72 ટકા અથવા 43 પોઈન્ટ તૂટ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે વેલેન્સિયાનો શેર 9.99 ટકાના વધારા સાથે રૂ. 21.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો.


વેલેન્સિયા ન્યુટ્રિશનનો શેર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 19.32 પર બંધ રહ્યો હતો. જ્યારે આજે તે લગભગ 10 ટકા ચઢીને નવી ટોચે પહોંચ્યો હતો. જો આપણે વેલેન્સિયા ઈન્વેસ્ટર્સ દ્વારા થયેલા નફા પર નજર કરીએ તો, જો કોઈ રોકાણકારે 10 દિવસ પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે એક લાખ રૂપિયાની કિંમત વધીને 1.94 લાખ રૂપિયા થઈ ગઈ છે. આવા સંજોગોમાં માત્ર થોડા જ દિવસમાં ડબલ પૈસા થવાથી રોકાણકારો ગદગદ થઇ ગયા છે.


વેલેન્સિયા ન્યુટ્રિશન કંપનીના ઉત્પાદનોમાં 'બાઉન્સ સુપરડ્રિંક્સ' અને 'બાઉન્સ સુપરવોટર વિટામી'નો સમાવેશ થાય છે. તેના શેરમાં થયેલા વધારાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. 11.87 કરોડ થઈ ગયું છે. પાછલા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, 91 જાહેર શેરધારકો પાસે પેઢીમાં 36.12 ટકા અથવા 20.17 લાખ શેર હતા. અગાઉના ક્વાર્ટરમાં 12 પ્રમોટર્સ પાસે 63.88 ટકા અથવા 35.67 લાખ શેર હતા. 60 જાહેર શેરધારકો પાસે પેઢીના 2.56 લાખ શેર હતા, જેમાં રૂ. 2 લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી 4.60 ટકા હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top