રાજીનામુ આપી શકે છે આ રાજ્યના મુખ્યમંત્રી, પીએમ સાથે મુલાકાત બાદ અટકળો તેજ

રાજીનામુ આપી શકે છે આ રાજ્યના મુખ્યમંત્રી, પીએમ સાથે મુલાકાત બાદ અટકળો તેજ

07/17/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજીનામુ આપી શકે છે આ રાજ્યના મુખ્યમંત્રી, પીએમ સાથે મુલાકાત બાદ અટકળો તેજ

નવી દિલ્હી: દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં (Karnataka) ભાજપ ફરી મુખ્યમંત્રી (Chief Minister) તરીકે નવા ચહેરાને સ્થાન આપશે તેવી ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa) રાજીનામુ આપશે. તેઓ હાલ દિલ્હીમાં છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા છે.

ગઈકાલે યેદિયુરપ્પાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. જોકે, તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમણે રાજીનામુ આપ્યું નથી અને ઓગસ્ટમાં ફરી દિલ્હી આવશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન સાથે તેમણે મેકેદાતુ બંધ પરિયોજના સહિત રાજ્યના વિકાસ સબંધિત લંબિત પરિયોજનાઓને ઝડપથી કાર્યાન્વિત કરવામાં આવે તે અંગે વાતચીત કરી હતી અને વડાપ્રધાને આ અંગે સહમતિ દર્શાવી હતી.

મીડિયાના સૂત્રો અનુસાર, યેદિયુરપ્પાએ ખરાબ સ્વાસ્થ્ય અને ઉંમરનો હવાલો આપીને રાજીનામુ આપવાની તૈયારી દર્શાવી છે. શુક્રવારે વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન પણ તેમણે રાજીનામુ આપવા અંગે કહ્યું હતું. તેમજ આજે તેઓ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા, જેમની સમક્ષ પણ તેમણે રાજીનામા અંગે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, પાર્ટી હાઈકમાન્ડે તેમને આશ્વાસન આપ્યું છે કે બહુ જલ્દીથી કર્ણાટકના આગલા મુખ્યમંત્રી ઉપર નિર્ણય લેવામાં આવશે. વિધાયક દળની બેઠક મળશે, ત્યાં સુધી યેદિયુરપ્પા સીએમ રહેશે, ત્યારબાદ અન્ય નેતાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.

જોકે, યેદિયુરપ્પાએ રાજીનામુ આપવા પહેલા પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ એક શરત રાખી હોવાનું પણ અહેવાલો જણાવી રહ્યા છે. તેમણે તેમના દીકરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવા માટે શરત રાખી છે. જોકે, આ અંગે કોઈ અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી.

યેદિયુરપ્પાએ રાજીનામાની વાતનો ઇનકાર કર્યો 

મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે કે યેદિયુરપ્પા રાજીનામુ આપશે તો બીજી તરફ તેમણે સ્વયં આ બાબતનો ઇનકાર કર્યો હતો. યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ વડાપ્રધાનને મળ્યા હતા અને રાજ્યના વિકાસને લઈને ચર્ચા થઇ હતી. રાજીનામુ આપવા બાબતે તેઓ ઇનકાર કરતા જોવા મળ્યા હતા.

આગામી મુખ્યમંત્રી કોણ?

કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્ન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પદ માટે પ્રહલાદ જોશીનું નામ ચાલી રહ્યું છે. તેઓ હાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે. ઉપરાંત બીએલ સંતોષનું નામ પણ યાદીમાં છે. તેઓ લાંબા સમયથી સંગઠનમાં કામ કરતા રહ્યા છે અને હાલ રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. તેમજ પાર્ટીમાં તેમનું કદ પણ મોટું છે. જેથી તેઓ પણ સીએમ પદના દાવેદાર છે. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સવદી, ભાજપ નેતા મુર્ગેશ નીરાણી વગેરેના નામો પણ ચર્ચામાં છે. આગામી એકથી બે દિવસમાં ભાજપ વિધાયક દળની બેઠક થવાની સંભાવના છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top