ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલ રાહ: ટીમના ખેલાડીઓ કોરોના પોઝિટીવ, સુરેશ રૈના થયા બહાર.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલ રાહ: ટીમના ખેલાડીઓ કોરોના પોઝિટીવ, સુરેશ રૈના થયા બહાર.

08/29/2020 Sports

SidhiKhabar

SidhiKhabar

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલ રાહ: ટીમના ખેલાડીઓ કોરોના પોઝિટીવ, સુરેશ રૈના થયા બહાર.

નવી દિલ્હી: હજુ ઇન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૩ મી સિઝન શરૂ થાય એ પહેલા ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચુકેલી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની રાહ મુશ્કેલ થતી દેખાઈ રહી છે. સીએસકેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યોને કોરોના પોઝિટીવ આવ્યાની ખબરો બાદ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈના બોલર દીપક ચહરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ પણ આજે પુષ્ટિ કરી છે કે આઈપીએલમાં ભાગ લેનારા ૧૩ વ્યક્તિઓ, જેમાં બે ખેલાડીઓ છે, કોરોના પોઝિટીવ આવ્યા છે. અલબત્ત, બીસીસીઆઈના નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે એ કયા ખેલાડીઓ છે, અને એ પણ જણાવવામાં આવ્યું નથી કે કઈ ટીમના ખેલાડીઓ છે.


સુરેશ રૈના થયા ટુર્નામેન્ટમાંથી બહાર:

સુરેશ રૈના થયા ટુર્નામેન્ટમાંથી બહાર:

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન ગણાતા સુરેશ રૈના પણ આઈપીએલમાંથી બહાર થઇ ગયા છે. તેઓ યુએઈમાં યોજાનાર આઈપીએલમાં ભાગ લેવા માટે ૨૧ ઓગસ્ટે ટીમ સાથે યુએઈ ગયા હતા પરંતુ વ્યક્તિગત કારણોસર તેઓ સ્વદેશ પરત ફર્યા છે, અને આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે. એટલે કે આ વર્ષે સુરેશ રૈના આઈપીએલમાં જોવા મળશે નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીક અકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, ‘સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર ભારત પરત ફર્યા છે અને તેઓ આખી ટુર્નામેન્ટ દરમિયાન ટીમની બહાર રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ સુરેશ અને તેમના પરિવારની સાથે છે.’ ઉલ્લેખનીય છે કે સુરેશ રૈનાએ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.


તો ચેન્નાઈ સુપર કિંગ્સ ઓપનીંગ મેચ નહીં રમે:

તો ચેન્નાઈ સુપર કિંગ્સ ઓપનીંગ મેચ નહીં રમે:

યુએઈમાં યોજાનાર આઈપીએલ-૧૩ ની ઓપનિંગ મેચ એટલે કે પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે યોજાનાર હતી. પરંતુ સીએસકેના ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવતા તેમને રિકવર થવાનો સમય આપવામાં આવે તેવી શક્યતા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ, બે વખત કોરોના ટેસ્ટમાંથી પસાર થઇ નેગેટિવ આવે તો જ તેમની ટુર્નામેન્ટમાં ફરીથી વાપસી થશે, ત્યાં સુધી તેમણે નિયમો અનુસાર કવોરન્ટીન થવું પડશે.

સૂત્રો અનુસાર, બીસીસીઆઈ આઈપીએલના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. જો તેમ થાય તો સીએસકે પ્રથમ મેચ નહીં રમે. જોકે, આ બાબતે હજુ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top