સુરત : બે મહિલાઓ તાપીમાં છલાંગ લગાવવા હોપ પુલ પર પહોંચી, એક પાણીમાં ગરકાવ
સુરત: શહેરમાં એક જ દિવસે એકસાથે બે મહિલાઓ દ્વારા તાપી નદીના (Tapi River) હોપ પુલ આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે એક મહિલાને બચાવી લેવામાં આવી છે જ્યારે બીજી મહિલાએ હોપ પુલ પરથી તાપીમાં ઝંપલાવી દીધું હતું. જેને બચાવવા એક યુવક પણ તેની પાછળ કૂદી પડ્યો હતો પરંતુ મહિલાને બચાવી શકાઈ ન હતી.
ભરબપોરે બનેલી આ ઘટનાને લઈ લોકોના ટોળા પુલ ઉપર ભેગા થઈ ગયા હતા. બચાવવા તાપી નદીમાં કૂદી પડેલા યુવકે કહ્યું હતું કે, ખૂબ જ દુઃખ થાય છે કે હું એને બચાવી ન શક્યો. લોકોએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ટેન્ડરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે એક મહિલાને તો બચાવી લેવાઈ છે. પણ બીજી મહિલા નદીના પાણીના વહેણમાં તણાઈ ગઈ હોવાનું જણાતા તેની શોધખોળ શરૂ કરવામાં આબ્વી છે.
તાપીમાં મોતની છલાંગ લગાવનારી આ યુવતી શહેરની વિનસ હોસ્પિટલમાં નર્સ તરકે ફરજ બજાવતી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેનું નામ પુષ્પાબેન બિપિનભાઈ વાઘ હોવાનું જણાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવાર સાથે નજીવી બાબતે બોલાચાલી થઇ જતા તેણે નદીમાં પડતું મુક્યું હતું. દીકરીના આપઘાતને પગલે પરિવારજનોએ કલ્પાંત કરી મૂક્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp