પહેલગામ એટેક પર જયશંકરની એ એક વાત, જેના કારણે UN ચીફ ગુટરેસે બદલવા પડ્યા સૂર; હવે કેવી રીતે ભાર

પહેલગામ એટેક પર જયશંકરની એ એક વાત, જેના કારણે UN ચીફ ગુટરેસે બદલવા પડ્યા સૂર; હવે કેવી રીતે ભારતની ભાષા બોલવા લાગ્યા?

05/06/2025 World

SidhiKhabar

SidhiKhabar

પહેલગામ એટેક પર જયશંકરની એ એક વાત, જેના કારણે UN ચીફ ગુટરેસે બદલવા પડ્યા સૂર; હવે કેવી રીતે ભાર

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણીએ છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે વિશ્વમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાન નાચી-નાચીને દુનિયા સમક્ષ પોતાની ખોટી બેગુનાહીનો ઢંઢેરો ઠોકી રહ્યું છે. જ્યારે આ વખત ભારત ખુલ્લા પાડીને જ છોડશે. પહેલગામ હુમલા અંગે રશિયા અને અમેરિકા જેવા કેટલાક દેશો ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે ચીન અને તુર્કી સહિત કેટલાક દેશો પાકિસ્તાનની સાથે છે. કેટલાક યુરોપિયન દેશો ક્યાં તો તટસ્થ થઈને મજા લઈ રહ્યા છે અથવા જ્ઞાન આપી રહ્યા છે કે કોઈ લશ્કરી કાર્યવાહી ન થવી જોઈએ. એવામાં, એસ જયશંકરે જે રીતે યુરોપિયન દેશોને ચમકાવ્યા છે ત્યારબાદ, UN ચીફ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના સૂર પણ બદલાયો છે. તેમણે ભારતીય ભાષામાં ગુનેગારોને કડક સજા આપવાની વાત કહી દીધી.

જી હા, જયશંકરે તાજેતરમાં આર્કટિક સર્કલ ઈન્ડિયા ફોરમમાં એક વાત કહેલી. આ આખી દુનિયા માટે એક સંદેશ હતો, જે પાકિસ્તાનના હમદર્દ બને છે અથવા ભારતને લશ્કરી કાર્યવાહી રોકવાનું જ્ઞાન આપે છે. આ કાર્યક્રમમાં, એસ. જયશંકરે વિશ્વને સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમને જ્ઞાન આપનારની જરૂર નથી. જ્યારે આપણે દુનિયા તરફ જોઈએ છીએ, ત્યારે આપણે ભાગીદાર શોધીએ છીએ, ઉપદેશક નહીં. ખાસ કરીને ઉપદેશક જે પોતાના દેશમાં આચરણ નથી કરતા અને બીજાઓને કહે છે, એટલે કે જ્ઞાન આપનાર. વાસ્તવમાં, જયશંકર એ યુરોપિયન દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે યુરોપિયન દેશો ભારતને લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ન અપનાવવા અને વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાની સલાહ આપી રહ્યા છે.


જયશંકરની વાત સાંભળીને બદલાયું વલણ

જયશંકરની વાત સાંભળીને બદલાયું વલણ

જયશંકરના આ નિવેદન સાંભળ્યા પછી, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનું વલણ પણ બદલાઈ ગયું છે. તેની ઝલક તેમના તાજેતરના નિવેદનમાં પણ જોવા મળે છે, જ્યારે તેમણે કહ્યું હતું કે ગુનેગારોને સજા મળવી જોઈએ. એન્ટોનિયો ગુટેરેસે 5 મેના રોજ તેમના તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વર્ષોમાં સૌથી ખરાબ સ્તર પર છે. હું બંને દેશોની સરકારો અને લોકોનો ખૂબ ખૂબ આદર કરું છું અને તેમનો આભારી છું. તેમણે સંયુક્ત રાષ્ટ્રના કાર્યમાં મોટું યોગદાન આપ્યું છે. ખાસ કરીને UN શાંતિ રક્ષામાં. એવામાં, બંને દેશો વચ્ચેના તણાવને જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે.


ભારતની ભાષા બોલવા લાગ્યા UN ચીફ

ભારતની ભાષા બોલવા લાગ્યા UN ચીફ

UN ચીફે પહેલગામ હુમલા પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમના નિવેદન મુજબ, '22 એપ્રિલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. હું આ સમજી શકું છું. હું ફરી એકવાર આ હુમલાની સખત નિંદા કરું છું અને પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. નાગરિકોને નિશાન બનાવવા અસ્વીકાર્ય છે. ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. આ મુશ્કેલ સમયમાં કોઈપણ પ્રકારના લશ્કરી સંઘર્ષને ટાળવો પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવા કોઈપણ સંઘર્ષ સરળતાથી નિયંત્રણ બહાર થઈ શકે છે.

જોકે, બંને દેશો વચ્ચે વધતા તણાવ અંગે તેમણે કહ્યું કે, ‘અત્યારે સંયમ રાખવાનો સમય છે. પાછળ હટાવાનો. હું બંને દેશોને સતત આ અપીલ કરી રહ્યો છું. કોઈ ગેરસમજ ના રાખો. લશ્કરી કાર્યવાહી એ કોઈ ઉકેલ નથી. હું શાંતિ માટે બંને દેશોને મારા સારા કાર્યાલયોનિ રજૂઆત કરું છું. સંયુક્ત રાષ્ટ્ર તણાવ ઘટાડવા, વાતચીતને પ્રોત્સાહન આપવા અને શાંતિ તરફ કામ કરતા કોઈપણ પગલાને સમર્થન આપવા તૈયાર છે. અહીં એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે પહેલીવાર UN ચીફે ગુનેગારોને સજા થવી જોઈએ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top