‘આતંકવાદ વિરુદ્ધ અગાળ વધે ભારત, જોખમ વધશે તો ટ્રમ્પ પ્રશાસન..’, અમેરિકાએ આપ્યું ખુલ્લુ સમર્થન
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતને આતંકવાદ વિરુદ્ધ દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. હવે અમેરિકાએ પણ ખુલ્લેઆમ ભારતને સમર્થન આપવાનું વચન આપ્યું છે. અમેરિકન સંસદના સ્પીકર માઈક જોનસને કહ્યું કે ભારતે કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઉભા થવું પડશે. અમે ભારતને સાથ આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું. ટ્રમ્પ પ્રશાસન આતંકવાદ સામે લડવા માટે ભારતને દરેક સંસાધન ઉપલબ્ધ કરાવશે.
જોનસને કહ્યું કે અમેરિકા શક્ય તેટલા તમામ પ્રયાસ કરશે. મને લાગે છે કે આ રીતે સંબંધો વધુ મજબૂત બને છે. ટ્રમ્પ પ્રશાસન તેના મહત્ત્વને સ્પષ્ટપણે સમજે છે અને આતંકવાદના જોખમને પણ સમજે છે. ભારતમાં જે કંઈ થયું, તેના પ્રત્યે અમારી પૂરી સંવેદના તેમની સાથે છે. અમે અમારા સહયોગીઓ સાથે ઊભા રહેવા માગીએ છીએ.
મને લાગે છે કે ભારત ઘણી બાબતે અમારો મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. બંને દેશો વચ્ચે જલદી જ ટ્રેડને લઈને સફળ વાતચીત થશે. જો જોખમ વધે છે તો ટ્રમ્પ પ્રશાસન સંશાધનો સાથે દરેક સંભાવિત મદદ કરશે. જોનસને કેપિટલ હૉલમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પર પણ વાત કરી અને આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચેની વાતચીત જલદી જ સફળ થશે.
22 એપ્રિલે જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓને ધર્મ પૂછીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે 17 લોકો ઇજાગ્ર્સ્ત થયા હતા. ત્યારબાદ ભારત સરકારે સંધુ જળ સંધિ રદ કરવા સહિત ઘણા મોટા-મોટા પગલાં લીધા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp