કેનેડા બાદ અમેરિકાની બુદ્ધિ ભ્રષ્ટ! ભારત પર લગાવ્યો હત્યાના ષડયંત્રનો સણસણતો આરોપ!
અમેરિકાએ ભારત પર એક ખાલિસ્તાની સમર્થકની હત્યાના ષડયંત્રમાં શામેલ થવાનો આરોપ લગાવ્યો છે. ફેડરલ કોર્ટમાં ફરિયાદીઓએ બુધવારે કહ્યું કે આ હત્યાની સોપારી અમેરિકામાં વસેલા 52 વર્ષના નિખિલ ગુપ્તાને આપવામાં આવી હતી. જો નિખિલ ગુપ્તા પર આરોપ સાબિત થશે તો તેને 10 વર્ષ સુધીની સજા મળી શકે છે.
ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાના યુએલ અટાર્ની મેથ્યૂ જી ઓલ્સને કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે નિખિલ ગુપ્તા અલગાવવાદી ખાલિસ્તાનીને મારવા માટે 1 લાખ અમેરિકી ડોલર આપવા પર સહમત થયું હતું.
ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાના યુએસ એર્ટોર્ની ડેમિયન વિલિય્મસે એક નિવેદનમાં જણાવ્યું, "પ્રતિવાદી નિખિલ ગુપ્તાએ ભારતથી આવીને ન્યૂયોર્કમાં વસેલા ભારતીય મૂળના એક અમેરિકી નાગરિકની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. તે વ્યક્તિ ભારતમાં જાતીય રીતે અલ્પસંખ્યક શીખો માટે સંપ્રભુ રાજ્યની તરફેણ કરે છે."
આ ઘટનાક્રમ તે દિવસે સામે આવ્યો છે જ્યારે ભારતે કહ્યું કે તેણે અમેરિકી ધરતી પર સિખ ચરમપંથીને મારવાનું ષડયંત્ર સંબંધિત આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિનું ગઠન કર્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે કહ્યું કે અમેરિકી પક્ષના સંગઠિત અપરાધીઓ, બંધૂક ચલાવનાર અને આતંકવાદીઓની વચ્ચે સંબંધના અમુક ઈનપુટ શેર કરવામાં આવ્યા છે અને ભારત આવા ઈનપુટને ગંભીરતાથી લે છે કારણ કે તે "આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતો" પર પણ પ્રભાવ પાડે છે.
સંબંધિત વિભાગ આ મુદ્દાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ભારતે મામલાના બધા પ્રાસંગિત પાસા પર ધ્યાન આપવા માટે 18 નવેમ્બરે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિનું ગઠન કર્યું છે.
સૂત્રો અનુસાર ગયા અઠવાડિયે રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે અમેરિકી અધિકારીઓએ ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના ષડયંત્રને વિફળ કર્યું હતું. તેણે આ ષડયંત્રમાં શામેલ હોવાની ચિંતાને લઈને ભારત સરકારને એક ચેતાવણી પણ આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે કહ્યું કે ભારતે મામલાના બધા પ્રાસંગિત પાસા પર ભાર આપવા માટે એક હાઈ લેવલ પેનલનું ગઠન કર્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp