સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કર્યા

સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કર્યા

04/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવ જાહેર કર્યા

સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓએ શેરડીના ટનદીઠ ભાવ જાહેર કર્યા છે. જેમાં ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ ભાવ, જ્યારે સૌથી ઓછો ભાવ પંડવાઇ સુગર ફેક્ટરી ચૂકવશે.


કઇ સુગર ફેક્ટરી કેટલો ભાવ ચૂકવશે

કઇ સુગર ફેક્ટરી કેટલો ભાવ ચૂકવશે

ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ 3551 રૂપિયાનો ભાવ આપવાનો નિર્ણય લીધો છે, જે ગત વર્ષની તુલનામાં 54 રૂપિયા વધારે છે. જ્યારે અન્ય સુગર ફેક્ટરીઓની વાત કરીએ તો બોરડોલી સુગર ફેક્ટરીએ 3502 રૂપિયા (ગત વર્ષ કરતા 79 રૂપિયા વધારે), ચલથાણ સુગર ફેક્ટરીએ 3176 (ગત વર્ષ કરતા 30 રૂપિયા ઓછા), મઢી સુગર ફેક્ટરીએ 3352 (ગત વર્ષ કરતા 126 રૂપિયા વધારે), મહુવા સુગર ફેક્ટરીએ 3271 (ગત વર્ષ કરતા 38 રૂપિયા), કામરેજ સુગર ફેક્ટરીએ 3482 રૂપિયા (ગત વર્ષ કરતા 130 રૂપિયા વધારે), જ્યારે સાયણ સુગર ફેક્ટરીએ 3416 (ગત વર્ષ કરતા 57 રૂપિયા વધારે), નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરીએ 3415, જ્યારે ભરૂચ જિલ્લાની પંડવાઇ સુગર ફેક્ટરી સૌથી ઓછા 3001 રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે. તો પહેલી વખત ગણેશ સુગર ફેક્ટરીએ ભાવ જાહેર કર્યો નથી.


સુગર ફેક્ટરીઓના ભાવથી ખેડૂતોમાં હતાશા

સુગર ફેક્ટરીઓના ભાવથી ખેડૂતોમાં હતાશા

ખેડૂતો એક વર્ષ સુધી રાત-દિવસ એક કરીને શેરડીના પાકની માવજત કરે છે, છતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. આ વખતે સુગર ફેક્ટરીઓએ ખાંડના સ્ટોક વેલ્યૂ કરતા પણ ઓછો ભાવ આપતા ખેડૂતો તેમની મહેનત એડે ગઇ હોવાનું અનુભવી રહ્યા છે અને ખેડૂતોમાં હતાશા જોવા મળી રહી છે. એક વર્ષ સુધી તનતોજ મહેનત છતા શેરડીનો સારો ભાવ ન મળે તો પછી ખેડૂતો શું કરશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top