ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 30થી વધારે વાહનોમાં લાગી આગ, તમામ બળીને થયા રાખ, જુઓ વીડિયો

ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 30થી વધારે વાહનોમાં લાગી આગ, તમામ બળીને થયા રાખ, જુઓ વીડિયો

03/31/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 30થી વધારે વાહનોમાં લાગી આગ, તમામ બળીને થયા રાખ, જુઓ વીડિયો

અમદાવાદમાં આજે સવારે ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા વાહનોમાં અચાનક આગ લાગી ગઇ હતી. ઓઢવ રિંગરોડ પર આઈ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા તેમજ ત્યાં પાર્ક કરવામાં આવેલા આશરે 30થી વધુ ટૂ-વ્હીલર્સ બળીને રાખ થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. હાલમાં સ્થાનિક પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


સવારે અચાનક ટૂ-વ્હીલર્સમાં લાગી આગ

સવારે અચાનક ટૂ-વ્હીલર્સમાં લાગી આગ

અમદાવાદ શહેરના રિંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

આગમાં કુલ 33 ટૂ-વ્હીલર્સ અને 2 ગાડીઓ બળીને ભષ્મ થઈ ગઈ હતી. જેમાં 22 ડિટેઇન કરેલા વાહનો હતા અને 11 ટૂ-વ્હીલર્સ અન્ય લોકોએ પાર્ક કર્યા હતા. ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા વાહનો બળીને ભષ્મ થઈ જતા હવે વાહન માલિકોના નુકસાનની ચૂકવણી કોણ કરશે તે સવાલ ઉઠી રહ્યો છે? કારણ કે પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરવામાં આવ્યા બાદ તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ હોય છે.


ટ્રાફિક DCP સફીન હસને શું કહ્યું

ટ્રાફિક DCP સફીન હસને શું કહ્યું

ટ્રાફિક DCP સફીન હસને જણાવ્યું હતું કે, આગમાં બળેલા તમામ વાહનો બિનવારસી છે. આ તમામ વાહનો આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કચરાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

ઓઢવ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ઓઢવ બ્રિજની નીચે આઇ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલાં ટૂ-વ્હીલર્સ અને ગાડીઓમાં આગ લાગી હતી. 22 જેટલાં ડિટેઈન કરાયેલી ટૂ-વ્હીલર્સ અને 2 ગાડીમાં આગ લાગી હતી. જ્યારે બાકીના 11 ટૂ-વ્હીલર્સ અન્ય લોકોએ પાર્ક કર્યા હતા, તેમાં આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સવારે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top