યુનિવર્સીટીનો ફરી યુ-ટર્ન : હવે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય

યુનિવર્સીટીનો ફરી યુ-ટર્ન : હવે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય

07/06/2021 Education

SidhiKhabar

SidhiKhabar

યુનિવર્સીટીનો ફરી યુ-ટર્ન : હવે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય

સુરત : નર્મદ યુનિ. (VNSGU) સંલગ્ન કોલેજ અને વિભાગોમાં હવે સ્નાતકમાં છેલ્લા વર્ષના છઠ્ઠા સેમેસ્ટર (Last semester) અને અનુસ્નાતકમાં બીજા વર્ષમાં ચોથા સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઈન (Offline exam) લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલ (Academic council) દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પગલે હવે આશરે 30000 વિદ્યાર્થીઓ દ્વારા આ ઓફલાઈન પરીક્ષા આપવામાં આવશે.

ગઈકાલે નર્મદ યુનિ.ની એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. બેઠકમાં કુલપતિ (Vice chancellor) ડો.કિશોરસિંહ ચાવડાની સાથે 8 સભ્યો હાજર રહ્યાં હતાં. આ તમામ સભ્યો દ્વારા અન્ય નિર્ણયોની સાથે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, યુનિ. સંલગ્ન કોલેજ તેમજ વિભાગોમાં સ્નાતક તેમજ અનુસ્નાતકમાં ભણતાં વિદ્યાર્થીઓમાં અનુક્રમે છઠ્ઠું સેમેસ્ટર અને ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ ઓફલાઈન લેવી. જો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓનું આ છેલ્લું વર્ષ હોવાને કારણે તેમને ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી થાય તેમ છે. હાલમાં આ મુદ્દે વિરોધ પણ કરાયો હતો. જેથી તેમની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. આ સિવાય સ્નાતક કે અનુસ્નાતકમાં અન્ય તમામ વર્ષમાં તમામ સેમેસ્ટરની પરીક્ષાઓ એમસીક્યુ પદ્ધતિથી ઓનલાઈન લેવાનો પણ નિર્ણય એકેડેમિક કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, હાલમાં અનેક ફેકલ્ટીમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવી જ રહી છે.

અગાઉ ઓનલાઇન ભણેલા ઉમેદવારો માટે ઓનલાઇન પરીક્ષા માટે પ્રયોગ કર્યો હતો. પરંતુ શરૂઆતમાં મોક ટેસ્ટમાં ઓનલાઈન એક્ઝામમાં અનેક મુશ્કેલીઓ આવી હતી. અનેક પ્રશ્નો પણ ઉઠ્યા હતાં કે નેટ કનેક્ટિવિટી કેવી રીતે અપાશે? ગામડાઓના છોકરાઓનું શું થશે? જેમની પાસે ઇલેકટ્રોનિકસ ગેઝેટ નહીં હોય તેમનું શું થશે? પરંતુ યુનિ.ના કુલપતિ ચાવડાએ સબળ આયોજન સાથે ઓનલાઈન એક્ઝામ લઈ બતાવી છે. યુનિ.ના પરીક્ષા નિયામક અરવિંદ ધડૂકે જણાવ્યું હતું કે યુનિવર્સિટીની પ્રથમ વખત સંપૂર્ણ ઓનલાઇન પરીક્ષા યોજાઇ છે. ઉમેદવારોએ એન્ડ્રોઇડ ડિવાઇસ, લેપટોપ, ડેસ્કટોપ વગેરેનો ઉપયોગ કરી સફળતા સાથે પરીક્ષા આપી છે. વિનયન, વાણિજય, વિજ્ઞાન, મેનેજમેન્ટ, રૂરલ સ્ટડીઝ, કાનૂન અને શિક્ષણ વિદ્યાશાખાની કુલ 40 પરીક્ષાઓ યોજાઇ હતી.

આ ઓનલાઇન પરીક્ષાને સારો પ્રતિસાદ મળતા સવારના સેશનમાં 10062માંથી 8639 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. સવારના સેશનમાં 86 ટકા હાજરી નોંધાઇ છે. તેવી જ રીતે પરીક્ષાના બપોરના સેશનમાં 5890માંથી 5228 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આ પરીક્ષામાં હાજરીની ટકાવારી 89 ટકા નોંધાઇ છે. જો કે 100 ટકા હાજરી કરવા ફરી ઓફલાઈન તરફ વળવું પડ્યું છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top