'સેના' કોની ? શિંદે અને ઠાકરે વચ્ચેની ખેંચતાણમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ઠાકરેને રાહત

'સેના' કોની ? શિંદે અને ઠાકરે વચ્ચેની ખેંચતાણમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ઠાકરેને રાહત

08/04/2022 National

SidhiKhabar

SidhiKhabar

'સેના' કોની ? શિંદે અને ઠાકરે વચ્ચેની ખેંચતાણમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ઠાકરેને રાહત

એકનાથ શિંદે (Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના વિભાજન પછી શિવસેનાના (Shiv Sena) નિયંત્રણને લઈને બંને પક્ષો વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે સુનાવણી કરતાં ઉદ્ધવ જૂથને રાહત આપી છે. કોર્ટે ચૂંટણી પંચને શિંદે જૂથની અરજી પર હાલમાં કોઈ નિર્ણય ન લેવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે.


ઉદ્ધવ જૂથને મોટી રાહત :

અગાઉ બુધવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી જ્યાં બંને પક્ષોએ પોત-પોતાની વાત કરી હતી. આ મામલો 5 જજની બેંચને સોંપવા અંગે નિર્ણય લેવામાં આવશે. બંને પક્ષોની લેખિત દલીલો ચકાસવામાં આવશે. સુનાવણી દરમ્યાન શિંદે કેમ્પના વકીલ હરીશ સાલ્વેએ તેમના વતી પ્રસ્તાવિત સુનાવણીના મુદ્દાઓ રજૂ કર્યા. સાલ્વેએ અયોગ્યતા અંગે સ્પીકરની સત્તા અને પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવી તે અંગેની બાબતો ક્રમિક રીતે રજૂ કરી.


CJIએ શું પૂછ્યું ?

CJI એ પૂછ્યું કે, શું એક વખત ચૂંટાયેલા ધારાસભ્ય પર પાર્ટીનું નિયંત્રણ નથી હોતું. તેઓ પક્ષના ધારાસભ્ય પક્ષની શિસ્ત માટે જ જવાબદાર છે. આ તરફ જવાબમાં શિંદે જૂથના વકીલ સાલ્વેએ કહ્યું ક,  જ્યાં સુધી ધારાસભ્ય પદ પર છે ત્યાં સુધી તેઓ ગૃહની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હકદાર છે. જો તે પક્ષ વિરુદ્ધ મત આપે તો પણ તે મત માન્ય ગણાશે. સાલ્વેએ કહ્યું કે, હું એમ નથી કહેતો કે પાર્ટી પર નિયંત્રણ નથી.


હું કહું છું કે અમે પાર્ટી છોડી નથી. તેમણે પાર્ટીની અંદર જ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલાને બંધારણીય બેંચમાં ન મોકલો. અમે (હું અને સિંઘવી) અમારી દલીલ 2 કલાકમાં પૂરી કરી શકીએ છીએ.


સિબ્બલે શિંદે જૂથના દાવા પર સવાલો ઉઠાવ્યા :

સિબ્બલે પ્રશ્ન કર્યો કે, જેઓ અયોગ્ય છે તેઓ ચૂંટણી પંચમાં વાસ્તવિક પક્ષ હોવાનો દાવો કેવી રીતે કરી શકે ? તેના જવાબમાં ચૂંટણી પંચના વકીલ અરવિંદ દાતારે કહ્યું હતું કે, મૂળ પક્ષકાર હોવાનો અમારો કોઈ દાવો હોય તો અમે તેના પર નિર્ણય લેવા કાયદાકીય રીતે બંધાયેલા છીએ. વિધાનસભામાંથી ગેરલાયક ઠરાવવો એ એક અલગ મુદ્દો છે.


અમે અમારી સમક્ષ મૂકવામાં આવેલા તથ્યોના આધારે નિર્ણયો લઈએ છીએ. ચૂંટણી પંચમાં બંને પક્ષોની એફિડેવિટ રજૂ કરવાની તારીખ 8 ઓગસ્ટ છે. જો કોઈ પક્ષ તેમને નિર્ણય મુલતવી રાખવા વિનંતી કરે તો તેમણે તેના પર વિચાર કરવો જોઈએ. અમે આ મામલાને બંધારણીય બેંચમાં મોકલવા પર વિચાર કરીશું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top