પાકિસ્તાનના આ પૂર્વ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેને રાત્રે બે વાગ્યે ફાંસીના માંચડે ચઢાવી દેવાયો

પાકિસ્તાનના આ પૂર્વ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેને રાત્રે બે વાગ્યે ફાંસીના માંચડે ચઢાવી દેવાયો હતો

05/10/2023 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનના આ પૂર્વ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેને રાત્રે બે વાગ્યે ફાંસીના માંચડે ચઢાવી દેવાયો

પાકિસ્તાનમાં ઉથલપાથલ મચી છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાજ આખાં દેશમાં હિંસા ફાટી નીકળી છે. જો કે પાકિસ્તાન માટે આ કંઇ નવું નથી. કોઈપણ દેશમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનું પદ અન્ય તમામ હોદ્દાઓ કરતા મોટું છે. તેમના પર કોઈ પણ આરોપ મૂકતા પહેલા માણસ 100 વાર વિચારે છે પરંતુ પાકિસ્તાનમાં એક એવા વડાપ્રધાન બન્યા છે જેમને ફાંસી આપવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના વડાપ્રધાન બનતા પહેલા આ વ્યક્તિ તે દેશના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા હતા.

પાકિસ્તાનના આ પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું નામ હતું ઝુલ્ફીકાર અલી ભુટ્ટો. તેઓ 20 ડિસેમ્બર 1971 થી 13 ઓગસ્ટ 1973 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ પછી, 14 ઓગસ્ટ 1973 થી 5 જુલાઈ 1977 સુધી દેશના વડાપ્રધાન પદ પર રહ્યા. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક માનવામાં આવતા હતા, પરંતુ વર્ષ 1977માં પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ જનરલ મોહમ્મદ ઝિયા-ઉલ-હકના નેતૃત્વમાં સેનાએ બળવો કર્યો હતો. આ પછી 3 સપ્ટેમ્બર 1977ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર વિપક્ષી નેતાની હત્યાનો આરોપ હતો. જોકે, તેમણે પોતે હંમેશા આ હત્યામાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો હતો.

18 માર્ચ 1978ના રોજ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના જીવનનો સૌથી મોટો નિર્ણય આવ્યો અને લાહોર હાઈકોર્ટે તેમને મૃત્યુદંડની સજા સંભળાવી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ જીવનના અંતિમ દિવસો રાવલપિંડી જેલમાં વિતાવ્યા હતા. આથી તેણે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે અપીલ પણ કરી હતી, પરંતુ કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. જુલ્ફીકાર અલી ભુટ્ટોને રાવલપિંડી જેલમાં 3 એપ્રિલ 1979ની રાત્રે 2.04 કલાકે ફાંસી આપવામાં આવી હતી. જો કે ફાંસીની સજા સામાન્ય રીતે સવારે આપવામાં આવે છે, પરંતુ આ ફાંસી રાત્રે જ આપવામાં આવી હતી. તે લગભગ અડધા કલાક સુધી ફાંસીના માંચડે લટકતા રહ્યા. આ પછી ડોક્ટરે ભુટ્ટોની તપાસ કરી અને તેમને મૃત જાહેર કર્યા. ત્યારપછી તેમના મૃતદેહને નીચે લાવવામાં આવ્યો અને ત્યારબાદ તેના દફનવિધિની તૈયારીઓ શરૂ કરવામાં આવી.

એવું કહેવાય છે કે જ્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી ત્યારે પાકિસ્તાનના લોકોને આ વાતની બિલકુલ ખબર નહોતી. બીબીસી અનુસાર, લોકોને તેમના મૃત્યુ વિશે કલાકો પછી ખબર પડી જ્યારે એક સ્થાનિક અખબારે તેના વિશે પ્રકાશિત કર્યું. પછી આ સમાચાર આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ ગયા. જ્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેલમાં હતા ત્યારે કર્નલ રફીઉદ્દીન, જેઓ રાવલપિંડી જેલમાં ગુપ્તચર અધિકારી હતા, તેમણે 'ભુટ્ટોના છેલ્લા 323 દિવસો' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે તેને ફાંસી અપાયાના થોડા સમય બાદ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના એક ફોટોગ્રાફરે તેના પ્રાઈવેટ પાર્ટનો ફોટો પાડ્યો હતો. વાસ્તવમાં, આ ફોટો એટલા માટે લેવામાં આવ્યો હતો કે તે પુષ્ટિ કરી શકાય કે ભુટ્ટોની ઇસ્લામિક રીત રિવાજો અનુસાર સુન્નત કરવામાં આવી ન હતી. જોકે બાદમાં પાકિસ્તાની વહીવટીતંત્રની આ શંકા દૂર થઈ ગઈ હતી. વર્ષ 2018 માં, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના મૃત્યુના 39 વર્ષ પછી, એક મોટો નિર્ણય આવ્યો જ્યારે તેમને ફાંસી આપવામાં આવી. ભુટ્ટોને શહીદનો દરજ્જો આપતા સિંધ હાઈકોર્ટે તેમના નામ સાથે 'શહીદ' ઉમેર્યું. કોર્ટે કહ્યું કે ભુટ્ટો તાનાશાહી શાસનનો શિકાર હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top