સાઉદી અરેબિયા- ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ અલ સાઉદ
સંયુક્ત આરબ અમીરાત- ઓર્ડર ઓફ ઝાયેદ
રશિયા- ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રૂ
બ્રાઝીલ- ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉધર્ન ક્રોસ
ઘાના- ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના
માલદીવ્સ- ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન
બહરીન- કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસાં
અમેરિકા લીજન ઓફ મેરિટ
સાયપ્રસ- ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ થર્ડ
મોરિશિયસ- ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન
કુવૈત- ઓર્ડર મુબારક અલ કબીર
ગુયાના- ઓર્ડર ઓફ ધ ફ્રીડમ
નાઇજીરીયા- ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફેડરલ રિપબ્લિક
ડોમિનિકા- ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર
ગ્રીસ- ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર
પેલેસ્ટાઇન- ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન
અફઘાનિસ્તાન- સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન
ઇજિપ્ત- ઓર્ડર ઓફ ધ નાઇલ
નામિબિયા- ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્સકિયા મીરેબિલિસ
ટ્રિનિદાદ અને ટોબેગો- ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો
પલાઉ- એબાકલ એવોર્ડ
પાપુઆ ન્યૂ ગિની- ઓર્ડર ઓફ લોગોહૂ
ફીજી- કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી
ભૂતાન- ઓર્ડર ઓફ ધ ડ્રૂક ગ્યાલપો
તિમોર-લેસ્ટે- ગ્રાન્ડ ઓર્ડર ઓફ તિમોર-લેસ્ટે
2014માં વડાપ્રધાન બન્યા બાદ, નરેન્દ્ર મોદીને ઘણા દેશો તરફથી સન્માનો મળી રહ્યા છે. સાઉદી અરેબિયા, UAE, બહેરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, કુવૈત જેવા ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ પણ તેમને તેમના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. આ માત્ર આંતરરાષ્ટ્રીય સંબંધોને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ તે પણ દર્શાવે છે કે ભારતની વૈશ્વિક ભૂમિકા વિશ્વભરમાં કેટલી મજબૂત થઇ છે.
અત્યાર સુધી, 26 દેશોએ વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી સન્માનિત કર્યા છે. તેમાં એશિયા, યુરોપ, આફ્રિકા, ગલ્ફ દેશો, ઓશનિયા અને અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. 2016 થી, મોદીને દર વર્ષે એક યા બીજા દેશમાંથી આ સન્માન મેળતા રહ્યા છે. વડાપ્રધાન મોદી પોતાને 'પ્રધાન સેવક' કહીને દેશના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અને વિકાસના સપનાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહ્યા છે.