IPL શરૂ થતા પહેલા જ ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો, ફાઈનલ સુધી લઇ જનાર આ ફાસ્ટ બોલર થયો ટીમમાંથી બહાર, જાણો શા માટે ?
IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઇ શકે છે. શમીને લઈને તેની ફ્રેન્ચાઈઝી ટીમ ગુજરાત ટાઇટન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ BCCIના એક સૂત્રે જણાવ્યું છે કે, શમીને તેના ડાબા પગની ઘૂંટીમાં થયેલી ઈજાની સર્જરી માટે UK જવું પડશે. અને તેના કારણે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે.
મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સનો વિકેટ ટેકર રહ્યો છે. ગત્ત સીઝનમાં આ ખેલાડીએ 17 મેચમાં 28 વિકેટ પોતાને નામ કરી હતી અને ફાઈનલ સુધી પહોંચી હતી. 2022માં આ ફાસ્ટ બોલરે 20 વિકેટ લઈ ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવી હતી. IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ગુજરાત ટાઇટન્સના બોલરો ટોપ-3 સ્થાન પર હતા. શમી પછી આ યાદીમાં મોહિત શર્મા અને રાશિદ ખાનનું નામ હતું.
એટલે સ્પષ્ટ છે કે, ગુજરાત ટાઈટન્સને શમીની કમી જરુર મહેસુસ થશે. ગુજરાત માટે મોટી વાત તો એ છે કે, હવે હાર્દિક પંડ્યા પણ ટીમ સાથે નથી અને શમી રમશે નહિ. આ વખતે ટીમનો કેપ્ટન પણ નવો છે. ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે હવે તેની મુશ્કેલી જરુર વધશે.
મોહમ્મદ શમી ટી 20 વર્લ્ડ કપ સુધી ફિટ થઈ શકશે નહિ. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધી મેદાનમાં ઉતરવું મુશ્કિલ છે. ટીમ ઈન્ડિયાને ઓક્ટોબરમાં બાંગ્લાદેશ અને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમવાની છે. શમી વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ સુધી ટીમમાં પરત ફરી શકે છે.
સવાલ એ પણ છે કે, શમી વર્લ્ડ કપ ફાઈનલમાં ઈજા ગ્રસ્ત થયો હતો. પરંતુ તે હજુ સ્વસ્થ થયો નથી, ત્યારે આ વાત નેશનલ ક્રિકેટ એકેડમી પર સવાલો કરી રહી છે. ગુજરાત ટાઈટન્સ હવે શમીના સ્થળે અન્ય કોઈ ફાસ્ટ બોલરને સ્ક્વોડમાં સામલે કરશે. ગુજરાત ટાઈટન્સની ટીમમાં ઉમેશ યાદવ, કાર્તિક ત્યાગી અને સ્પેંસર જોનસન જેવા ફાસ્ટ બોલર છે. તેમ છતાં શમીની હાજરી કોઈ પુરી કરી શકશે નહિ.
STORY | Mohammed Shami ruled out of IPL, to undergo ankle surgeryREAD: https://t.co/EVaBF7xJHP(PTI File Photo) pic.twitter.com/siU78h1vz5 — Press Trust of India (@PTI_News) February 22, 2024
STORY | Mohammed Shami ruled out of IPL, to undergo ankle surgeryREAD: https://t.co/EVaBF7xJHP(PTI File Photo) pic.twitter.com/siU78h1vz5
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp