AAP ના 8 નેતાઓને પાર્ટીએ કાઢી મૂક્યા : કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પાર્ટી દ્વારા મોટું ઓપ

AAP ના 8 નેતાઓને પાર્ટીએ કાઢી મૂક્યા : કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પાર્ટી દ્વારા મોટું ઓપરેશન

04/03/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

AAP ના 8 નેતાઓને પાર્ટીએ કાઢી મૂક્યા : કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પાર્ટી દ્વારા મોટું ઓપ

પોલિટિકલ ડેસ્ક : આમ આદમી પાર્ટીના સર્વેસર્વા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માન સાથે ત્રણ દિવસની ગુજરાત યાત્રાએ છે, એ દરમિયાન પાર્ટીએ ગુજરાતમાં પોતાના 8 નેતાઓને પક્ષમાંથી કાઢી મૂક્યા છે. પાર્ટીનું આ પગલું દર્શાવે છે કે તેઓ આ વર્ષે યોજાનારી ગુજરાતની ચૂંટણીઓને બહુ ગંભીરતાથી લઇ રહ્યા છે. હાલની વિધાનસભામાં મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ ગણનાપાત્ર બેઠકો ધરાવતી હોવા છતાં સ્પર્ધામાં ક્યાંય દેખાતી નથી. એવા સમયે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન મેળવવા માટે કમર કસી રહી છે.


આણંદના નેતાઓને પાર્ટીએ કાઢી મૂક્યા

આણંદના નેતાઓને પાર્ટીએ કાઢી મૂક્યા

પાર્ટીએ જેમને કાઢી મૂક્યા છે, એ તમામ 8 નેતાઓને આણંદ જિલ્લામાં વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ આ નેતાઓએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવાનું માલૂમ પડતા કેજરીવાલની મુલાકાત ટાણે જ એમને પક્ષમાંથી ખારીજ કરાયા હતા.

આમ આદમી પાર્ટીના આણંદના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને મહામંત્રી કિરણભાઈ સોલંકીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે હરેશભાઈ પટેલ, મિહિરભાઈ પટેલ, મહેશભાઈ ડાભી, નરેશભાઈ મકવાણા, ભાઈજીભાઈ ચૌહાણ, જીગ્નેશભાઈ મહીડા, ધીરસિંહ પરમાર અને બુધાભાઈને આણંદ આમ આદમી પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ અને જવાબદારો સોંપવામાં આવી હતી. પરંતુ આ લોકો પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાને બદલે ઘણા સમયથી પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આથી સંગઠનના નીતિનિયમ મુજબ આમ આદમી પાર્ટીએ આ 8 નેતાઓને જે-તે હોદ્દા પરથી દૂર કર્યા હતા, તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી પણ એમને સસ્પેન્ડ કરાયા હતા. હવે પછી જો આ નેતાઓ પક્ષના ખેસ કે ટોપીનો ઉપયોગ કરશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


કેજરીવાલ આજે વિદાય લેશે

કેજરીવાલ આજે વિદાય લેશે

આજે કેજરીવાલના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે સવારે કેજરીવાલ અને પંજાબના મુ.મંત્રી ભગવંત માન સ્વામીનારાયણ મંદિરે દર્શન કરીને દિલ્હીની ફ્લાઈટ પકડશે. ગઈકાલે કેજરીવાલે અમદાવાદમાં જોરદાર રોડ શો કરીને મીડિયા સહિત સર્વેનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ આ રોડ શો પૂર્વે જ ભાજપ આઈટી સેલના અમિત માલવિયાએ કેજરીવાલના રોડ શોમાં મેદની એકથી કરવા માટે લોકોને AAPના ખસની સાથે પૈસા અપાતા હોવાનો વિડીયો વાઈરલ કરીને ચકચાર મચાવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top