અજિત પવાર ગ્રુપનું X એકાઉન્ટ સસ્પેન્ડ, શરદ પવાર ગ્રુપે કરી હતી ફરિયાદ

અજિત પવાર ગ્રુપનું X એકાઉન્ટ સસ્પેન્ડ, શરદ પવાર ગ્રુપે કરી હતી ફરિયાદ

09/13/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

અજિત પવાર ગ્રુપનું X એકાઉન્ટ સસ્પેન્ડ, શરદ પવાર ગ્રુપે કરી હતી ફરિયાદ

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)માં બે ગ્રુપ બન્યા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને અંગે રસાકસી ચાલી રહી છે. આ વચ્ચે અજિત પવાર ગ્રુપનું X (પૂર્વમાં ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અજિત ગ્રુપનું કહેવું છે કે, એક જ નામ પર એકાઉન્ટ હોવાની ફરિયાદ શરદ પવાર ગ્રુપે કરી હતી ત્યારબાદ એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે.

@NCPSpeaks1ના નામથી બનેલા આ એકાઉન્ટ પર લખ્યું છે- એકાઉન્ટ સસ્પેન્ડ. X એ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે જેણે Xના નિયમોનું ઉલ્લઘંન કર્યું છે. આ સાથે જ શરદ પવાર ગ્રુપે અજિત પવાર ગ્રુપ વિરુદ્ધ કાયદાકીય લડાઈ તેજ કરી દીધી છે. પવાર ગ્રુપે ચૂંટણી પંચને 500 પાનાનો જવાબ દાખલ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અજિત પવાર સહિત 39 ધારાસભ્યો જે તેમના ગ્રુપમાં સામેલ છે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવે.


કોને કેટલા ધારાસભ્યોનું સમર્થન

કોને કેટલા ધારાસભ્યોનું સમર્થન

શરદ પવારના નેતૃત્વ વાળી NCPના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સામે જ અયોગ્યતા અરજીઓ દાખલ કરી છે તે પ્રમાણે પવાર ગ્રુપ પાસે માત્ર 11 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે બીજી તરફ અજિત પવાર ગ્રુપને 41 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. અજિત પવાર ગ્રુપે NCPના નામ અને ચૂંટણી ચિહ્ન પર દાવો કરતા ચૂંટણી આયોગનો દરવાજો પણ ખખડાવ્યો છે. તેને લઈને ચૂંટણી પંચે શરદ પવાર ગ્રુપ પાસે જવાબ પણ માંગ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top