અમેરિકાએ ટ્રક ડ્રાઇવરોના વિઝા ઇશ્યૂ કરવાનું કર્યું તાત્કાલિક ધોરણે બંધ, 18 હજાર ગેરકાયદેસર ભારત

અમેરિકાએ ટ્રક ડ્રાઇવરોના વિઝા ઇશ્યૂ કરવાનું કર્યું તાત્કાલિક ધોરણે બંધ, 18 હજાર ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ, જાણો ટ્રમ્પ શું કરશે?

08/22/2025 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકાએ ટ્રક ડ્રાઇવરોના વિઝા ઇશ્યૂ કરવાનું કર્યું તાત્કાલિક ધોરણે બંધ, 18 હજાર ગેરકાયદેસર ભારત

અમેરિકા દ્વારા તમામ વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વિઝા ઇશ્યૂ કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરાયું છે. યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ 21 ઓગસ્ટે X પર આ અંગે જાહેરાત કરતા લખ્યું કે, 'અમે તાત્કાલિક અસરથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ કરવાનું બંધ કરી રહ્યા છીએ.' વર્કર વિઝા રોકવા પાછળનું કારણ ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલો હરજિન્દર સિંહ છે, જેણે એક ભૂલને કારણે મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.

રુબિયોએ વધુમાં લખ્યું કે, 'અમેરિકાના રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકનોના જીવનને જોખમમાં મૂકી રહી છે અને અમેરિકન ટ્રક ડ્રાઇવરોની આજીવિકા ઘટી રહી છે.' અમેરિકામાં આ કાર્યવાહી એક મોટા અકસ્માત બાદ કરવામાં આવી છે.



કાયદેસર રીતે રહેતા લોકોના વિઝા પણ કોઈપણ સમયે અચાનક રદ

કાયદેસર રીતે રહેતા લોકોના વિઝા પણ કોઈપણ સમયે અચાનક રદ

ફ્લોરિડાના એક હાઈવે પર ટ્રેક્ટર-ટ્રેલર ચલાવી રહેલા હરજિન્દર સિંહે જ્યાંથી મંજૂરી નહોતી ત્યાંથી યુ-ટર્ન લઈ લેતા પાછળથી આવી રહેલી કારનો અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેથી હરજિન્દર પર બેદરકારીથી વાહન ચલાવીને હત્યા કરવાનો આરોપ મૂકાયો છે. અમેરિકાના ફેડરલ અધિકારીઓ અનુસાર, હરજિન્દર સિંહ ભારતનો છે. અને તેણે કથિત રીતે મેક્સિકોના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો..

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળથી, તેમનું વહીવટીતંત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પણ સામેલ છે. અમેરિકી વિદેશ વિભાગની નવી નીતિ મુજબ, વિઝાની ચકાસણી પ્રક્રિયા વધુ ઝડપી અને વ્યાપક બની છે, જેના કારણે કાયદેસર રીતે રહેતા લોકોના વિઝા પણ કોઈપણ સમયે અચાનક રદ થઈ શકે છે. આ ઉપરાંત, ટ્રમ્પ પ્રશાસને ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી બોલવા અને વાંચવાની ફરજિયાત જરૂરિયાત પણ લાગુ કરી છે, જેનો ઉદ્દેશ્ય માર્ગ સલામતી સુધારવાનો છે.



50 લાખથી વધુ ભારતીય નોન-ઇમિગ્રન્ટ વિઝાધારકો

50 લાખથી વધુ ભારતીય નોન-ઇમિગ્રન્ટ વિઝાધારકો

અમેરિકા દ્વારા હાલ દેશમાં રહેતા 5.5 કરોડથી વધુ વિદેશી નાગરિકોના વિઝાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઇમિગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરનારા, વિઝાની અવધિથી વધુ સમય રોકાતા લોકો અથવા ગુનાહિત તથા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ વિદેશીઓના વિઝા રદ કરીને તેમને દેશનિકાલ કરવામાં આવશે. આ કાર્યવાહીની સીધી અસર 52 લાખથી વધુ ભારતીયોને પણ થઈ શકે છે, કારણ કે હાલમાં અમેરિકામાં 50 લાખથી વધુ ભારતીય નોન-ઇમિગ્રન્ટ વિઝાધારકો રહે છે.

US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 2025માં અત્યાર સુધી 2 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા છે. આમાંથી 75% લોકો વિવિધ ગુનાહિત કેસોમાં ધરપકડ કરાયેલા હતા.  જ્યારે 20 જાન્યુઆરીથી 22 જુલાઈ 2025 દરમિયાન, કુલ 1,703 ભારતીયોને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જેમાં પંજાબના 620, હરિયાણાના 604 અને ગુજરાતના 245 નાગરિકો સામેલ છે. આમાંથી ઘણા લોકોના વિઝા સમાપ્ત થઈ ગયા હતા, તો કેટલાક પાસે જરૂરી દસ્તાવેજો ન હતા. હાલ અંદાજે 18 હજાર ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ થઈ ચૂકી છે, જેમને પાછા ભારત મોકલવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top