રાહુલ ગાંધીને અનુરાગ ઠાકુરે આપ્યો એવો જવાબ કે મોદી પણ થઇ ગયા તેમના ફેન, વખાણ કરતા કહી દીધી આ વા

રાહુલ ગાંધીને અનુરાગ ઠાકુરે આપ્યો એવો જવાબ કે મોદી પણ થઇ ગયા તેમના ફેન, વખાણ કરતા કહી દીધી આ વાત

07/31/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીને અનુરાગ ઠાકુરે આપ્યો એવો જવાબ કે મોદી પણ થઇ ગયા તેમના ફેન, વખાણ કરતા કહી દીધી આ વા

સંસદમાં મંગળવારનો દિવસ પણ ખૂબ જ હોબાળાવાળો રહ્યો. ગઈ કાલે લોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હવે PM મોદીએ પણ અનુરાગ ઠાકુરે ગૃહમાં આપેલા ભાષણની પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ તેમની પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપેલા ભાષણની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર કહ્યું, “આ ભાષણ મારા યુવા અને ઉર્જાવાન સહયોગી અનુરાગ ઠાકુરનું છે, જેને સાંભળવું જોઈએ. તે તથ્યોથી બનેલું છે. તે ઇન્ડી ગઠબંધનની ગંદી રાજનીતિને છતી કરે છે.


સદનમાં રાહુલ ગાંધીને અનુરાગ ઠાકુરનો જવાબ

સદનમાં રાહુલ ગાંધીને અનુરાગ ઠાકુરનો જવાબ

ગૃહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કમળને હિંસા સાથે જોડ્યો હતો, જેના પર અનુરાગ ઠાકુરે પલટવાર કરતા કહ્યું હતું કે, “એક નેતાએ ઉભા થઈને કમળ પર કટાક્ષ કર્યો, પરંતુ કમળનું નામ તો રાજીવ પણ છે, તો શું તેઓ રાજીવ ગાંધીને પણ ખરાબ માને છે? અનુરાગે આમ કહીને રાહુલના પિતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધી તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું, મને ખબર નથી કે તેમને કમળથી સાથે શું વાંધો છે. રાજીવ પણ કમળનો પર્યાય છે. કદાચ તેમને આ વાત ખબૂર નથી. જો હોત તો મને પૂરી આશા છે કે તેઓ કમળ વિશે આ પ્રકારની ટીપ્પણી ન કરતા.


અનુરાગ ઠાકુરે ગૃહમાં બીજું શું કહ્યું?

અનુરાગ ઠાકુરે ગૃહમાં બીજું શું કહ્યું?

અનુરાગ ઠાકુરે કહ્યું, “તેમણે કમળને હિંસા સાથે જોડ્યો. તેમણે રાજીવને હિંસા સાથે જોડ્યા. પરંતુ હું કહેવા માંગુ છું કે દેવી લક્ષ્મીનું આસન પણ કમળ છે, આપણું રાષ્ટ્રીય ફૂલ પણ કમળ છે અને જે પદ્માસન મુદ્રામાં સિંધુ સભ્યતામાં ભગવાન શિવની મૂર્તિ મળી હતી, લોકમાન્ય ટિળકે પણ પદ્માસન મુદ્રામાં સમાધિ લીધી હતી. તમે કહો છો કે કમળની ચારે બાજુ હિંસા છે. તમે કમળનું અપમાન નથી કરી રહ્યા, તમે મહાયોગી ભગવાન શિવ, ભગવાન બુદ્ધ અને લોકમાન્ય તિલક જેવા મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top