મોદી 3.0 નો મંત્રી મંડળનો ફોર્મ્યૂલા..! જાણો કોણ-કોણ બની શકે મંત્રી.? કોને કેટલા મંત્રીપદ મળશે?

મોદી 3.0 નો મંત્રી મંડળનો ફોર્મ્યૂલા..! જાણો કોણ-કોણ બની શકે મંત્રી.? કોને કેટલા મંત્રીપદ મળશે?

06/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મોદી 3.0 નો મંત્રી મંડળનો ફોર્મ્યૂલા..! જાણો કોણ-કોણ બની શકે મંત્રી.? કોને કેટલા મંત્રીપદ મળશે?

NDA એ મંત્રીમંડળમાં વહેંચણીનો ફોર્મ્યૂલા નક્કી કરી લીધો. 9 જૂનના રોજ નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે જ એનડીએના 14 સહયોગી પક્ષોના 18 સાંસદોને મંત્રીપદના શપથ લેવડાવવામાં આવી શકે છે.કહેવામાં આવી રહ્યું છે કે ગત વખતે મોદી કેબિનેટમાં બિહારના 4 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે આ સંખ્યા 10 હોઈ શકે છે.


TDP સાંસદ- કેટલા મંત્રી બનશે

TDP સાંસદ- કેટલા મંત્રી બનશે

ટીડીપીના એક સાંસદે દાવો કર્યો હતો કે કઈ પાર્ટીના કેટલા સાંસદ મંત્રી બનશે તેનો ફોર્મ્યૂલા પહેલેથી જ નક્કી કરી લેવાયો છે. બધા તેના પર સહમતિ જતાવી ચૂક્યા છે કે પીએમ મોદી જે જવાબદારી સોંપશે તેને તેઓ નિભાવવા માટે તૈયાર છે. ભાજપ પોતાના સાથી પક્ષોને 7 કેબિનેટ અને 11 સ્વતંત્ર પ્રભારવાળા મંત્રાલય આપી શકે છે. જ્યારે પોતાની પાસે ભાજપ 18 મંત્રાલય રાખી શકે છે. ગૃહ, રક્ષા, વિદેશ જેવા પ્રમુખ મંત્રાલયો ભાજપ પોતાના જ સાંસદોને આપી શકે છે. જાણો એનડીએના પ્રમુખ પક્ષોને કેટલા મંત્રાલય મળી શકે છે. ભાજપ- 18 (કેબિનેટ અને સ્વતંત્ર પ્રભાર), ટીડીપી- 2, જેડીયુ-2, એલજેપી-1  (આ ઉપરાંત અન્ય પક્ષોને પણ મળી શકે છે મંત્રી પદ)


આ ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી

આ ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી

ચિરાગ પાસવાન : જેમની પાર્ટી LJPR એ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેમના તમામ પાંચ ઉમેદવારો સાંસદ તરીકે ચૂંટાયા છે. હવે NDAમાં ચિરાગની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ચિરાગ મોદી કેબિનેટમાં સામેલ થઈ શકે છે. ગયાના સાંસદ જીતનરામ માંઝીને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળવાની ખાતરી છે. તેઓ દલિત સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં બિહારમાં આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માંઝીની ભૂમિકા વધુ વધશે. જીતનરામ માંઝી મંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

લલન સિંહ: ફરી એકવાર મુંગેરથી સાંસદ તરીકે ચૂંટાયેલા લલન સિંહ સવર્ણ (ભૂમિહાર) સમુદાયમાંથી આવે છે. લલન સિંહને નીતિશ કુમાર પછી જેડીયુમાં બીજા સૌથી પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. તેમને મંત્રી બનવાની સૌથી વધુ તકો છે. લલન સિંહ પણ નીતીશ કુમારની ખૂબ નજીક માનવામાં આવે છે.

સંજય ઝાઃ જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય ઝા અને નીતિશ કુમારનના ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સંજય ઝા પણ સવર્ણ જાતિના સમુદાયમાંથી આવે છે. તેમના મંત્રી બનવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે. એવું માનવામાં આવે છે કે નીતિશ કુમાર અને જેડીયુને ફરીથી ભાજપની નજીક લાવવામાં સંજય ઝાની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે.

દિલેશ્વર કામતઃ આ વખતે જેડીયુમાંથી દિલેશ્વર કામતને પણ તક મળી શકે છે. દિલેશ્વર કામતને ખૂબ જ અનુભવી નેતા માનવામાં આવે છે. આ વખતે તેઓ સુપૌલથી ચૂંટાયા છે. દિલેશ્વર કામત પછાત સમાજમાંથી આવે છે અને તેમને વહીવટી અનુભવ પણ ઘણો છે. પછાત મતદારોનું મહત્વ જોઈને નીતિશ કુમાર તેમને મંત્રી બનાવી શકે છે.

સુનીલ કુમારઃ બિહારમાં લવ કુશ સમીકરણના મહત્વને ધ્યાનમાં રાખીને અને આ લોકસભા ચૂંટણીમાં NDAથી કુશવાહાના મતદારોની નારાજગી દૂર કરવા માટે સુનિલ કુમારને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. સુનીલ કુમાર વાલ્મિકી નગરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તે કુશવાહા જાતિમાંથી આવે છે અને નીતિશ કુમારના નજીકની વ્યક્તિ માનવામાં આવે છે.

રામનાથ ઠાકુરઃ થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો છે. કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર જેડીયુમાંથી રાજ્યસભાના સાંસદ છે. માનવામાં આવે છે કે બિહારમાં અત્યંત પછાત સમુદાયના મતોને ધ્યાનમાં રાખીને રામનાથ ઠાકુરને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે જેથી બિહારની સાથે સાથે દેશની જનતાને પણ એક સંદેશ આપી શકાય.

ગોપાલ જી ઠાકુર: દરભંગાથી જીતેલા ગોપાલ જી ઠાકુર બ્રાહ્મણ જાતિમાંથી આવે છે. બ્રાહ્મણ જાતિ અને મિથિલા ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ગોપાલ જી ઠાકુરને ભાજપનામાંથી મંત્રી બનાવવાની જોરદાર ચર્ચા છે.

રાજીવ પ્રતાપ રૂડીઃ આ વખતે સીરણમાંથી જીતેલા રાજીવ પ્રતાપ રૂડી મંત્રી બનવાની રેસમાં આગળ ચાલી રહ્યા છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યને હરાવ્યા બાદ કદાચ તેમને મંત્રી બનાવવામાં આવે.

રાજ ભૂષણ ચૌધરીઃ મુઝફ્ફરપુર લોકસભા સીટ પરથી પ્રથમ વખત જીતેલા રાજ ભૂષણ ચૌધરીનો દાવો પણ જ્ઞાતિ સમીકરણ મુજબ મજબૂત જણાય છે. કારણ કે, ચૌધરી નિષાદ જ્ઞાતિમાંથી આવે છે અને એવું માનવામાં આવે છે કે મુકેશ સાહનીએ ભાજપના તેજસ્વી યાદવ સાથે મળીને નિષાદની વોટ બેંકમાં જોરદાર ઘા કર્યો છે. આવી સ્થિતિમાં રાજ ભૂષણ ચૌધરીને કેન્દ્રમાં રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

સંજય જયસ્વાલ :  પૂર્વ ચંપારણ સીટને અડીને આવેલી પશ્ચિમ ચંપારણ લોકસભા સીટ પર જીત મેળવનાર ડો.સંજય જયસ્વાલ આ વખતે કેબિનેટ મંત્રી બની શકે છે, જો કે તેના વિશે બહુ ઓછી ચર્ચા થઈ રહી છે. પરંતુ, ડો.સંજય જયસ્વાલનું મંત્રી બનવાનું સપનું આ વખતે પૂરું થઈ શકે છે. જયસ્વાલ સતત લોકસભા ચૂંટણી જીતી રહ્યા છે. આ ઉપરાંત જયસ્વાલને બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરવાનો પણ લાંબો અનુભવ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે બનીયા વોટ બેંકને એક સાથે રાખવા માટે જયસ્વાલને આ વખતે કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય નિત્યાનંદ રાય, ગિરિરાજ સિંહ, પ્રદીપ સિંહ, વિવેક ઠાકુરને ભાજપનામાંથી મંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે.

(જો કે હજુ સુધી આ અંગે અધિકૃત જાણકારી શેર કરાઈ નથી.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top