ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા કોરોના પોઝિટીવ :

ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા કોરોના પોઝિટીવ :

06/22/2020 Politics

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા કોરોના પોઝિટીવ :

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં કોરોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની રહી છે. જેમાં હવે કોરોનાની ઝડપમાં નેતાઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. કોંગ્રસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ  નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે.

મળતી માહિતી મુજબ કોંગ્રસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને વડોદરાની એન્કર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડતા તેમણે સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવમાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતા ખબર પડી કે તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અહીં ચિંતાજનક બાબત એ છે કે ૧૯ જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. તેઓ ઘણા નેતાઓને મળ્યા હતા અને સાથે જ વિધાનસભાની બહાર અનેક પત્રકારોને પણ મળ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર હોવાને કારણે ઘણા કોંગ્રસના ધારસભ્યોના સંપર્કમાં આવ્યા હતા. આરોગ્ય તંત્રને જાણ થતા તંત્ર દોડતું થઇ ગયું છે. મળતી માહિતી મુજબ મતદાન બાદ કોંગ્રેસના તેના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એક સાથે મીડિયાને સંબોધન કર્યું હતું. અને બંને ઉમેદવારો અમદાવાદથી ગાંધીનગર એક જ કારમાં સાથે આવ્યા હતા. હવે આરોગ્ય વિભાગ દ્વારા ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવનાર તમામ નેતાઓ, ધારસભ્યો અને પત્રકારોને કવોરન્ટાઇન કરવાની કામગીરી કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે રાજ્યસભાની ચૂંટણીના મતદાન બૂથ પર પહેલાથી જ ડૉકટર્સની ટીમ રખાવવામાં આવી હતી અને તમામ ધારાસભ્યોનું સ્ક્રીનિંગ કરીને જ વિધાનસભામાં જવા દેવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે ભરતસિંહ સોલંકીમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા.

કોરોનાના કારણે સામાન્ય વ્યક્તિથી લઈને મોટા નેતાઓ પણ ડરવા લાગ્યા છે. કોરોનાનો વધતો જતો કહેર નેતાઓને પણ પોતાની ઝપેટમાં લઇ લીધા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપના ત્રણ ધારાસભ્યોને ક્રોરોના પોઝિટીવ આવ્યો હતો. આ અગાઉ પણ જયારે કોંગ્રસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાનો  કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તે સમયે અમદાવાદ કન્ટેઇન્મેન્ટ ઝોન બાબતે ગાંધીનગરમાં  મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેથી તે સમયે વિજય રૂપાણી સહીત તમામ લોકોએ ૧૪ દિવસ માટે હોમ કવોરન્ટાઇન થવું પડ્યું હતું. સ્વાભાવિક રીતે આ કિસ્સામાં પણ ધારાસભ્યો, મીડિયાકર્મીઓ અને અન્ય લોકો જે ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવ્યા છે તેમને ૧૪ દિવસ માટે હોમ કવોરન્ટાઇન કરવામાં આવશે. તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી હારેલા ભરતસિંહને આ નવી મુસીબત સાથે પનારો પાડવાનો આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top