કોરોનાનો નવો વેરિયન્ટ FliRT, શું છે તેના લક્ષણ, ભારતમાં કેટલો ઘાતક

કોરોનાનો નવો વેરિયન્ટ FLiRT, શું છે તેના લક્ષણ, ભારતમાં કેટલો ઘાતક

05/15/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોરોનાનો નવો વેરિયન્ટ FliRT, શું છે તેના લક્ષણ, ભારતમાં કેટલો ઘાતક

દુનિયાને કોરોના વાયરસથી છુટકારો મળ્યો નથી. હવે એવા સમાચાર છે કે ભારતમાં નવેમ્બર 2023થી જ કોરોનાનો નવો વેરિયન્ટ KP.2 સર્ક્યૂલેશનમાં છે. તેને FliRT નિકનેમ આપવામાં આવ્યું છે. ખાસ વાત છે કે અમેરિકા, બ્રિટન અને દક્ષિણ કોરિયામાં કોરોનાના વધતાં કેસોના તાર આ FliRT વેરિયન્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેની બાબતે વિસ્તારથી સમજીએ.


શું છે KP.2 વેરિયન્ટ:

શું છે KP.2  વેરિયન્ટ:

મીડિયા રિપોર્ટ મુજબ, KP.2ને JN.1 વેરિયન્ટનો વંશ માનવામાં આવી રહ્યો છે. તે ઓમીક્રોન લાઈનેજનો સબ વેરિયન્ટ છે, જેમાં નવા મ્યૂટેશન્સ છે. આ FLiRT નામ અક્ષરોના આધાર પર આપવામાં આવ્યું છે જે 2 ઇમ્યૂનથી બચતા મ્યુટેશન દેખાડે છે. આ મ્યુટેશન વાયરસને એન્ટિબોડીઝ પર હુમલો કરવા દે છે.


ભારતમાં શું છે સ્થિતિ

ભારતમાં શું છે સ્થિતિ

INSACOG તરફથી કરવામાં આવેલી 250 KP.2 (FliRT) જીનોમ સિક્વેન્સિંગમાં 128 સિક્વેન્સ મહારાષ્ટ્રમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે માર્ચમાં સૌથી વધુ સિક્વેન્સ જોવા મળ્યા હતા. રિપોર્ટ મુજબ વૈશ્વિક ડેટા બતાવે છે કે ભારત દુનિયામાં સૌથી વધુ અનુપાતમાં KP.2 સીક્વેન્સ રિપોર્ટ કરે છે. છેલ્લા 60 દિવસોમાં GISAIDમાં ભારત તરફથી અપલોડ કરવામાં આવેલા ડેટામાં 29 ટકા KP.2નો હતો. હાલમાં ભારતમાં JN.1 વેરિયન્ટની જ સૌથી વધુ અસર છે. આંકડા બતાવી રહ્યા છે કે 14 મેના રોજ ભારતમાં કોરોનાના 679 એક્ટિવ કેસ હતા.


શું KP.2ના કારણે થઈ શકે છે.

શું KP.2ના કારણે થઈ શકે છે.

આ વેરિયન્ટમાં ખાસ વાત છે કે તેમાં ગત સંક્રમણ કે વેક્સીનથી મળેલી ઇમ્યુટિનીથી બચવાની ક્ષમતા છે. જાણકાર તેના પર ગંભીરતાથી નજર રાખી રહ્યા છે, પરંતુ કોઈ ખાસ ચિંતા વ્યક્ત કરી શકતા નથી. એક અખબાર સાથે વાતચીત કરતાં અશોક યુનિવર્સિટીની ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સીસના ડીન ડૉ. અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, ચિંતાની કોઈ વાત નથી. એવા મ્યુટેશન પહેલા પણ જોવા મળ્યા છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકાની CDCનું કહેવું છે કે એવા કોઈ સંકેત નથી જે બતાવે કે KP.2 અન્ય સટ્રેન્સની તુલનામાં વધુ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.


શું છે તેના લક્ષણ?

શું છે તેના લક્ષણ?

એક અખબાર સાથે વાતચીતમાં ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ડૉક્ટર રાજેશ ચાવલાનું કહેવું છે કે તેનાથી પ્રભાવિત લોકોમાં સ્વાદ અને સૂંઘવાની શક્તિ સમાપ્ત થઈ જવી, ઠંડી લાગવી, ખાંસી, ખારાશ, નાક બંધ થવું કે વહેવું, માથાનો દુઃખાવો, માંસપેશીઓમાં દુઃખાવો, શ્વાસ લેવામાં પરેશાની, થાક જેવા લક્ષણ નજરે પડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top