યુપી ચૂંટણી પહેલા ભાજપી ધારાસભ્યોના ધડાધડ રાજીનામા : અત્યાર સુધીમાં 14 એમએલએ-મંત્રીઓએ છેડો ફાડ્

યુપી ચૂંટણી પહેલા ભાજપી ધારાસભ્યોના ધડાધડ રાજીનામા : અત્યાર સુધીમાં 14 એમએલએ-મંત્રીઓએ છેડો ફાડ્યો

01/13/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

યુપી ચૂંટણી પહેલા ભાજપી ધારાસભ્યોના ધડાધડ રાજીનામા : અત્યાર સુધીમાં 14 એમએલએ-મંત્રીઓએ છેડો ફાડ્

પોલિટીકસ ડેસ્ક: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ચૂંટણીનો માહોલ છે. એક મહિના પછી અહીં મતદાન શરૂ થઇ જશે. દેશના સૌથી મોટા રાજ્યમાં સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોનું ધ્યાન હાલ યુપી તરફ છે. કોંગ્રેસે આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે તો બીજી તરફ ભાજપનું મોવડી મંડળ પણ સક્રિય થઇ ગયું છે અને આજે પીએમ મોદી (PM Narendra Modi), ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સહિતના નેતાઓની CEC (Central election committee) બેઠક મળશે. (Uttar Pradesh assembly elections 2022)

પાર્ટીના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી સોએક જેટલા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવાની તૈયારી કરી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ અધિકારીક જાણકારી બહાર આવી નથી પરંતુ તેની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. યુપીમાં અત્યાર સુધીમાં ભાજપના 14 ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે, જેમાં કેટલાક મંત્રીઓ પણ સામેલ છે.


સૌથી પહેલા યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ પાર્ટીને અલવિદા કહી દીધા બાદ તેમની પાછળ અન્ય 13 એમએલએ પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના સમાજવાદી પાર્ટીમાં સામેલ થાય તેવી અટકળો વહેતી થઇ છે.

આજે ભાજપના ધારાસભ્ય અને સરકારમાં આયુષ મંત્રી ડૉ. ધર્મ સિંહ સૈનીએ પાર્ટી છોડી દીધી છે. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામુ સોંપ્યું હતું. તેમણે પત્રમાં કારણ આપતા કહ્યું છે કે, જે અપેક્ષાઓ સાથે દલિતો, ખેડૂતો, શિક્ષિત બેરોજગારો અને નાના-મોટા વેપારીઓએ મળીને ભાજપને પ્રચંડ બહુમત આપ્યો હતો તેમના પ્રત્યે જ સરકાર દ્વારા થતી સતત ઉપેક્ષાઓ અને અવગણનાને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે.


આ પહેલા ધર્મ સિંહ સૈની બહુજન સમાજવાદી પાર્ટીમાં હતા. 2002 માં પહેલીવાર બસપાની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. 2007 માં ફરી જીત્યા અને બસપા સરકારમાં શિક્ષણ મંત્રી પણ બન્યા. ત્યારબાદ 2012 માં પણ તેઓ બસપાની ટિકિટ પર જ જીત્યા. વર્ષ 2017 માં તેઓ ભાજપમાં આવી ગયા હતા. જે બદલ તેમને આયુષ મંત્રાલય આપવામાં આવ્યું હતું.

સૂત્રો અનુસાર, ધર્મ સિંહ થોડા સમયથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવના (Akhilesh yadav) સંપર્કમાં હતા અને હવે સમાજવાદી પાર્ટીમાં જ જોડાઈ શકે છે. તેમણે રાજીનામું આપ્યા બાદ અખિલેશ યાદવે કહ્યું, સામાજિક ન્યાયના વધુ એક યોદ્ધા ડૉ. ધર્મ સિંહ સૈનીજીના આવવાથી સૌને સાથે લઈને ચાલનારી અમારી સકારાત્મક અને પ્રગતિશીલ રાજનીતિને વધુ ઉત્સાહ અને બળ મળ્યું છે. સપામાં તેમનું હાર્દિક સ્વાગત અને અભિનંદન. 

આ પહેલા સમાજવાદી પાર્ટીમાંથી સ્વામી પ્રસાદ મૌર્ય ઉપરાંત, અવતાર સિંહ ભડાના, દારા સિંહ ચૌહાણ, વિનય શાકય, રોશનલાલ વર્મા , ભગવતી સાગર, મુકેશ વર્મા, બ્રિજેશ પ્રજાપતિ, રાકેશ રાઠોડ, જય ચૌબે, માધુરી વર્મા, આર કે શર્મા, બાલા પ્રસાદ અવસ્થી વગેરે ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top