ગોવિંદાએ પત્ની સુનિતા સાથેના છૂટાછેડાની અફવાઓ પર આ રીતે લગાવી દીધો પૂર્ણવિરામ; જુઓ વીડિયો

ગોવિંદાએ પત્ની સુનિતા સાથેના છૂટાછેડાની અફવાઓ પર આ રીતે લગાવી દીધો પૂર્ણવિરામ; જુઓ વીડિયો

08/27/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

ગોવિંદાએ પત્ની સુનિતા સાથેના છૂટાછેડાની અફવાઓ પર આ રીતે લગાવી દીધો પૂર્ણવિરામ; જુઓ વીડિયો

બોલિવુડ અભિનેતા ગોવિંદા અને સુનિતા આહુજા ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ફરી એક સાથે જોવા મળ્યા છે. છૂટાછેડાના અહેવાલો વચ્ચે આ દંપતીએ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું અને સાથે મળીને પાપારાઝીઓને મીઠાઈઓ પણ વહેંચી. એટલું જ નહીં, બંનેએ સાથે પોઝ પણ આપ્યા.


હાલમાં જ સુનિતાએ છૂટાછેડા માટે અરજી કરી હોવાના અહેવાલ સામે આવેલા

હાલમાં જ સુનિતાએ છૂટાછેડા માટે અરજી કરી હોવાના અહેવાલ સામે આવેલા

તાજેતરમાં, એવા અહેવાલો આવ્યા હતા કે સુનિતા આહુજાએ ગોવિંદા પર ‘છેતરપિંડી’ કરવાનો આરોપ લગાવીને છૂટાછેડા માટે અરજી કરી છે. પરંતુ હવે ગોવિંદા અને સુનિતા ગણેશ ચતુર્થીના અવસર પર સાથે જોવા મળ્યા છે. ગોવિંદા અને સુનિતાએ સાથે ગણેશ ચતુર્થી ઉજવી છે. બંનેએ સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. આ ખાસ અવસર પર આ દંપતીએ પાપારાઝીઓને મીઠાઈઓ પણ વહેંચી હતી. તસવીરોમાં બંનેના ચહેરા પર તહેવારની ખુશી સ્પષ્ટ દેખાય છે.


ગોવિંદા અને સુનિતા મરૂન પોશાકમાં ટ્વિનિંગ કરતા પણ જોવા મળ્યા

ગોવિંદા અને સુનિતા મરૂન પોશાકમાં ટ્વિનિંગ કરતા પણ જોવા મળ્યા

ગણપતિ ઉત્સવ દરમિયાન ગોવિંદા અને સુનિતા મરૂન પોશાકમાં ટ્વિનિંગ કરતા પણ જોવા મળ્યા હતા. સુનિતા મરૂન સિલ્ક સાડી અને વાળમાં ગજરા લગાવીને સુંદર દેખાતી હતી. ગોવિંદા પણ મરૂન રંગનો કુર્તો પહેરીને ખૂબ જ સુંદર દેખાતો હતો. અભિનેતાએ ગોલ્ડન ચુનરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.  આ દરમિયાન ગોવિંદા અને સુનિતાએ સાથે પોઝ આપ્યો. તેમણે ગણપતિ બાપ્પા સાથે ફોટા પણ પડાવ્યા. તેમનો પુત્ર યશવર્ધન પણ તેમની સાથે ગણપતિની પૂજા કરતો જોવા મળ્યો. યશવર્ધન કેમેરા સામે હાથ જોડીને જોવા મળ્યો. 

જોકે, જ્યારે એક પાપારાઝીએ કપલને છૂટાછેડાના સમાચાર વિશે પૂછ્યું, ત્યારે સુનિતાએ તરત જ કહ્યું કે, ‘તમે વિવાદ સાંભળવા આવ્યા છો કે ગણપતિ દર્શન કરવા આવ્યા છો? કોઈ વિવાદ નથી.’ તો ગોવિંદાએ પાપારાઝીને કહ્યું કે, ‘આનાથી વિશેષ કોઈ કૃપા નથી. રક્તપિત્ત નીકળી જાય છે, બાધાઓ દૂર થાય છે. સમાજ સાથે મળીને, આપણે બધા સાથે રહીએ તેવી પ્રાર્થના કરીએ છીએ. હું ખાસ કરીને ઈચ્છું છું કે તમે બધા યશ અને ટીના માટે પ્રાર્થના કરો. તમે બધા તેમની સહાયતા કરો. હું ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના કાર્યમાં સફળ થાય. તેમનું નામ મારા કરતા અનેક ગણું વધારે હોવું જોઈએ. લોકોને આશ્ચર્ય થવું જોઈએ કે ગોવિંદાના બાળકો કોઈ સપોર્ટ વિના આગળ વધ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top