કોંગ્રેસ આવતી કાલે પોતાના ધારાસભ્યોને ગુજરાત લાવશે

કોંગ્રેસ આવતી કાલે પોતાના ધારાસભ્યોને ગુજરાત લાવશે

06/15/2020 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસ આવતી કાલે પોતાના ધારાસભ્યોને ગુજરાત લાવશે

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી અંતિમ ચરણમાં છે. ૧૯ જૂને ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસે તેના ધારાસભ્યોને ફરીથી મેદાનમાં ઉતારી રહી છે. કોંગ્રેસે ૨૦ થી વધુ ધારાસભ્યોને ૬ જુનથી રાજસ્થાનના એક રિસોર્ટમાં રાખ્યા છે, આવતી કાલે એટલે કે ૧૬ જૂને કોંગ્રેસ તેના ધારાસભ્યોને રાજસ્થાનથી ગુજરાત લાવશે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના વિન્ડ્સ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી નજીક હોવાથી કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને એકત્રિત કરશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો પણ તેમાં સામેલ હશે.

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રસ ફરી એકવાર હવાતિયા મારતા દેખાઈ રહી છે. કોંગ્રેસના એક સાથે ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. આ રાજકીય સંકટના કારણે કોંગ્રસે રાજ્યસભાની બેઠક ગૂમાવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અને બીજી તરફ ભાજપના ઉમેદવારો ત્રણ બેઠક જીતવાની નજીક આવી ગયા છે.

કોંગ્રેસનો એક ધારાસભ્ય રાજીનામું આપે તો વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા ૧૭૪ થઇ જશે. રાજકીય ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે સંખ્યા આવે એટલા મત જીતવા પડે. વિધાનસભામાં ૧૭૫ ધારાસભ્યો છે અને એમાંથી પાંચ ઉમેદવારો મેદાનમાં છે. આ પ્રમાણે એક ઉમેદવારને જીતવા માટે ૩૫ મતોની જરૂર પડે.

કોંગ્રેસ અને ભાજપ માટે આ ચૂંટણી જીતવી એ તેમની પ્રતિષ્ઠાનો સવાલ છે. કારણકે આગાઉ કોંગ્રેસના ૮ જેટલા ધારાસભ્યો રાજીનામું આપી ચૂકયા છે. તેથી ચૂંટણીના અંતિમ ચરણ સુધી પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કોંગ્રસે ખૂબ મેહનત કરવી પડતી હોય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top