ઇઝરાયેલે યમનની રાજધાનીના ઉર્જા કેન્દ્રો પર કર્યા મિસાઇલ હુમલા, આગના ગોળાઓમાં બદલાઈ ઇમારતો; જુઓ વીડિયો
ઇઝરાયલે યમનની રાજધાની સનામાં ઉર્જા કેન્દ્રો પર હવાઈ હુમલો કર્યો હતા. ઇઝરાયલી સેનાએ એક પાવર પ્લાન્ટ અને ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તાર હુતિ બળવાખોરોના નિયંત્રણમાં છે. ઇઝરાયલ તરફ ક્લસ્ટર બોમ્બ છોડવામાં આવ્યાના થોડા દિવસો બાદ IDFએ યમનની રાજધાની પર હુમલો કર્યો છે.
IDFએ કહ્યું કે, આ યમને તાજેતરમાં ઇઝરાયલ પર કરેલા હુમલાનો જવાબ છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, જે લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં એક લશ્કરી માળખું પણ શામેલ છે, જેમાં રાષ્ટ્રપતિ મહેલ સ્થિત છે. IDFના જણાવ્યા અનુસાર, આ તમામ સ્થળોનો ઉપયોગ હુતિ બળવાખોરો તેમની લશ્કરી ગતિવિધિઓ માટે કરતા હતા.
ઇઝરાયલી સેનાએ કહ્યું કે હુતિ બળવાખોરો ઇરાની સરકારના નિર્દેશો પર કામ કરે છે, જેથી ઇઝરાયલ અને તેના સાથીઓને નુકસાન પહોંચાડી શકાય. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, હુતિ બળવાખોરો 22 મહિનાથી વધુ સમયથી ઇઝરાયલ પર મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે અને લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ગાઝા યુદ્ધને લઈને પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે આ હુમલાઓ કરી રહ્યા છે.
#عاجل |فيديو متداول يظهر ما قيل إنه قصف إسرائيلي على محطة شركة النفط في صنعاء#south24 pic.twitter.com/0Iv0bQN7cy — South24 | عربي (@South24_net) August 24, 2025
#عاجل |فيديو متداول يظهر ما قيل إنه قصف إسرائيلي على محطة شركة النفط في صنعاء#south24 pic.twitter.com/0Iv0bQN7cy
યમનની રાજધાનીમાં રાષ્ટ્રપતિ ભગવ પાસે રહેતા લોકોએ જણાવ્યું કે, ધમાકો એટલો જોરદાર હતો કે આસપાસના ઘર હાલી ગયા અને બારીઓ તૂટી ગઈ. અહેવાલ મુજબ, ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે (22 ઓગસ્ટ 2025) યમનથી ઇઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઇલ એક નવા જોખમની નિશાની છે. આ પહેલી વાર હતું જ્યારે હુથીઓએ ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બ ફેંક્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp