Paris Olympic 2024: પ્રથમ દિવસે ભારતને ભાગે નિરાશા! પડોશી દેશ લઇ ગયો ગોલ્ડ મેડલ!
Paris Olympic 2024: પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. શાનદાર ઉદઘાટન સમારોહ પછી, ખેલાડીઓ હવે તેમની કુશળતા દર્શાવી રહ્યા છે. શનિવારે પેરિસ ઓલિમ્પિકના પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતાનું નામ પણ નક્કી કરવામાં આવ્યું હતું. ચીનની જોડી યુટિંગ હુઆંગ અને લિહાઓ શેંગે શૂટિંગમાં અજાયબીઓ કરી હતી. ચીન પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ દેશ બન્યો છે.
ભારતની 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમની જોડી રમિતા જિંદાલ-અર્જુન બાબૌતા અને સંદીપ સિંહ-ઈલાવેનિલ વાલારિવાન નિરાશ થયા હતા. બંને જોડી શનિવારે ચેટોરોક્સ શૂટિંગ રેન્જમાં તેમની ઇવેન્ટના મેડલ રાઉન્ડમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.
દરમિયાન, કઝાકિસ્તાને પેરિસ 2024નો પ્રથમ મેડલ જીત્યો હતો. તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 1996 પછી શૂટિંગમાં કઝાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. કઝાકિસ્તાનની મિશ્ર 10 મીટર રાઇફલ જોડી એલેક્ઝાન્ડર લે અને ઇસ્લામ સતપાયેવ પેરિસ 2024નો પ્રથમ મેડલ જીત્યો હતો.
ચીનની જોડીએ શનિવારે રમાયેલી ગોલ્ડ મેડલ મેચમાં કોરિયાની કામ જી-યેઓન અને પાર્ક હા-જુનની જોડીને 16-12થી પરાજય આપ્યો હતો. અગાઉના દિવસે, ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ, ચીન અને કોરિયા અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને રહ્યા હતા.
10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ ક્વોલિફિકેશન ફાઇનલમાં, હુઆંગ યુટિંગ અને શેંગ લિહાઓની ટીમ આ ઇવેન્ટમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન હતી. ચીનની જોડીએ 632.2નો સર્વોચ્ચ સ્કોર કરીને ગોલ્ડ મેડલ મેચ સુધી પહોંચી હતી. કેમ જીહ્યોન અને પાર્ક જહુનની દક્ષિણ કોરિયાની જોડી 631.4ના સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહી હતી. લે અને સતપાયેવની કઝાકિસ્તાનની જોડીએ જર્મનીની મેક્સિમિલિયન ઉલ્બ્રિચ અને અન્ના જાન્સેન સામે 17-5થી જીત નોંધાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp