ટેરિફ મુદ્દે ભારતની અડગતા, કહ્યું - ભારતને તેલ જ્યાંથી સસ્તું મળશે ત્યાંથી ખરીદશે. અમરિકાનું આ ખોટું દબાણ નહિ ચાલે? જાણો તથ્યો
હાલ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફનો મુદ્દો ભારે ચર્ચામાં છે. જેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. પરંતુ મુખ્ય એ છે કે અમેરિકા ભારત પર દબાણ કરી અમુક બાબતોમાં પોતાની વાત મનાવવા ઈચ્છે છે, જે ભારતના હિતમાં નથી. ત્યારે આપણા દેશ દ્વારા પણ પોતાની નીતિઓ સ્પષ્ટ કરી દેવામાં આવી છે, જે ભારતના હિતમાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત દબાણ કરી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ન ખરીદે. જો કે, ભારતે આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ભારતને તેલ જ્યાંથી સસ્તું મળશે ત્યાંથી ખરીદશે.
રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે ભારતનો પક્ષ રાખતા કહ્યું છે કે, 'ભારત 1.4 અબજ લોકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ પછી પણ સરકાર ભારતીયોના હિતોની સેવા કરવાથી પાછળ હટશે નહીં અને હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપશે. અમેરિકા દ્વારા પોતાની વાત માનવવા માટે લદવામાં આવેલ ટેરિફ સંપૂર્ણપણે અન્યાયી, ગેરવાજબી અને ખોટો નિર્ણય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આપણે રશિયા અને અન્ય ઘણાં દેશો સાથે મળીને વૈશ્વિક ક્રૂડ બજારમાં સ્થિરતા લાવવામાં મદદ કરવી પડશે. તેથી ભારતીય કંપનીઓ જ્યાંથી પણ વધુ સારી ડીલ મળશે ત્યાંથી ક્રૂડ ઓઈલ ખરીદશે. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર પરસ્પર સમજણ અને બંને બાજુના લોકોની સામાન્ય લાગણીઓ પર આધારિત છે. આ બંને દેશોના ભલા માટે છે અને તે બજારથી સંપૂર્ણપણે ઉપર પણ છે.'
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થવાના હતા પરંતુ આ અંગે પણ કોઈ કરાર થયો નથી. ટ્રમ્પ ઇચ્છે છે કે, ભારત કૃષિ અને ડેરી ક્ષેત્ર સાથે વ્યવહાર કરે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમમાં કહ્યું હતું કે, ભારત તેના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિત સાથે સમાધાન કરશે નહીં. જયશંકરે યુએસ ટેરિફને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, ભારતની વેપાર નીતિ સ્થાનિક હિસ્સેદારોના રક્ષણ પર આધારિત છે.
રસપ્રદ વાત એ છે કે, વોશિંગ્ટન રશિયન ક્રૂડ તેલના સૌથી મોટા આયાતકાર ચીનની ટીકા કરી રહ્યું નથી. રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદીનો બચાવ કરતી વખતે ભારત કહી રહ્યું છે, કે તેની ઉર્જા ખરીદી રાષ્ટ્રીય હિત અને બજાર ગતિશીલતા દ્વારા સંચાલિત છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp