IPL ના સ્પોન્સર તરીકે ચીની કંપની VIVO ની બાદબાકી : આ ભારતીય કંપની સાથે કરાર થયા

IPL ના સ્પોન્સર તરીકે ચીની કંપની VIVO ની બાદબાકી : આ ભારતીય કંપની સાથે કરાર થયા

01/12/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL ના સ્પોન્સર તરીકે ચીની કંપની VIVO ની બાદબાકી : આ ભારતીય કંપની સાથે કરાર થયા

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન ક્રિકેટ પ્રીમિયર લીગ (IPL) ના ટાઈટલ સ્પોન્સર પદેથી ચાઇનીઝ કંપની VIVO ની બાદબાકી કરીને આ સ્થાન ભારતીય કંપની TATA ને આપવામાં આવ્યું છે. આગામી સિઝનથી ટૂર્નામેન્ટ  વિવો આઇપીએલની જગ્યાએ ટાટા આઇપીએલ તરીકે ઓળખાશે. 

મંગળવારે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં કેટલાક મોટા અને અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ટાટાને આઈપીએલના ટાઈટલ સ્પોન્સર બનાવવા ઉપરાંત અમદાવાદની ટીમ ખરીદનાર સીવીસી ગ્રૂપને લેટર ઓફ ઈન્ટેન્ટ પણ સોંપવામાં આવ્યો હતો. એટલે કે અમદાવાદની ટીમને આઈપીએલમાં પ્રવેશ માટે BCCI ની ક્લીનચિટ મળી ગઈ છે. 


VIVO એ વર્ષ 2018 માં આઇપીએલ ટાઈટલ સ્પોન્સરશિપના હકો ખરીદ્યા હતા. આ માટે કંપની BCCI ને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપતી હતી. VIVO નો આ કરાર વર્ષ 2022 સુધીનો હતો. જોકે, ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે વિવાદ થતા એક વર્ષ માટે VIVO ને સ્પોન્સરપદેથી હટાવવામાં આવી હતી, અને ડ્રીમ ઈલેવનને સ્પોન્સરશિપ આપવામાં આવી હતી. 

BCCI ના એક સૂત્રે મીડિયાને જણાવ્યું કે, આજે નહીં તો કાલે આ થવાનું જ હતું કારણ કે તેનાથી લીગ અને કંપની બંનેનો અપપ્રચાર થઇ રહ્યો હતો. ચીની ઉત્પાદનોને લઈને નકારાત્મક ભાવનાઓને જોતા કંપનીએ કરાર પૂર્ણ થવા પહેલાની એક સિઝન પહેલા સ્પોન્સરશિપમાંથી હટી જવું પડ્યું. જોકે, તેનાથી BCCI ને કોઈ નુકસાન નહીં થાય તેમ જણાવતા તેમણે કહ્યું કે, BCCI ને 440 કરોડ રૂપિયા મળશે જ, માત્ર તે ચૂકવનાર કંપની બીજી હશે. હવે નવો સ્પોન્સર આ રકમની ચૂકવણી કરશે. 


આઈપીએલની આગામી સિઝન માર્ચ-એપ્રિલમાં યોજવાનું આયોજન છે. આ વર્ષે બે ટીમ વધુ હોવાનાં કારણે મેચ પણ વધુ રમાશે, જેના કારણે સમય પણ વધુ લાગશે. લગભગ બે મહિના સુધી ટૂર્નામેન્ટ રમાય તેવી શક્યતા છે. આઈપીએલને નવો મીડિયા સ્પોન્સર પણ મળશે કારણ કે સ્ટાર ગ્રૂપ સાથેના કરાર પણ 2022 માં સમાપ્ત થઇ રહ્યા છે. 

આ વર્ષે આઈપીએલમાં બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લખનઉ અને અમદાવાદની ટીમોનો સમાવેશ થાય છે. લખનઉની ટીમ ગોએન્કા ગ્રૂપે જ્યારે અમદાવાદની ટીમ CVC ગ્રૂપે ખરીદી છે. જે બંને ટીમો આ સિઝનથી જ આઈપીએલમાં જોવા મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top