મહારાષ્ટ્ર : રશ્મિ ઠાકરેને ‘મરાઠી રાબડી દેવી’ કહેવા બદલ ભાજપ નેતાની અટકાયત, ત્રણ કલાક ચાલી પૂછપ

મહારાષ્ટ્ર : રશ્મિ ઠાકરેને ‘મરાઠી રાબડી દેવી’ કહેવા બદલ ભાજપ નેતાની અટકાયત, ત્રણ કલાક ચાલી પૂછપરછ

01/07/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્ર : રશ્મિ ઠાકરેને ‘મરાઠી રાબડી દેવી’ કહેવા બદલ ભાજપ નેતાની અટકાયત, ત્રણ કલાક ચાલી પૂછપ

મહારાષ્ટ્ર: ઇન્ટરનેટ ઉપર રાજનીતિક પાર્ટીના નેતાઓ કે સરકારના વડાઓ અને મંત્રીઓ વિશે સામાન્ય યુઝરો ટિપ્પણી કરતા રહે છે. ક્યારેક રમૂજી સ્વરે ટિપ્પણી તો કાર્ટૂન પણ શેર થાય છે. દેશના અન્ય રાજ્યોમાં તો વિરોધીઓ અને ટીકા કરનારાઓ વિરુદ્ધ સરકારો એટલી અસહિષ્ણુ જોવા મળતી નથી પરંતુ મહારાષ્ટ્રમાં આવા કિસ્સા અનેક વખત જોવા મળ્યા છે. હવે, આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મી ઠાકરેને લઈને કરવામાં આવેલ પોસ્ટ બાદ મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર ભાજપ સોશિયલ મીડિયા સેલનાં પ્રમુખ જીતેન્દ્ર ગજરિયાને હિરાસતમાં લીધા હતા. મુંબઈ પોલીસે તેમની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરી હતી!


પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે સવારે મહારાષ્ટ્ર પોલીસના ત્રણ અધિકારીઓની ટીમ જીતેન્દ્ર ગજરિયાની ઓફીસ પહોંચી હતી. પોલીસ કર્મચારીઓ પાસે કોઈ કાનૂની નોટીસ કે વોરંટ ન હતા, તેમ છતાં તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ ત્યાંથી ગજરિયાને સાયબર પોલીસ સ્ટેશન બીકેસી લઇ ગઈ હતી. જ્યાં તેમની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી.

આ ‘કાર્યવાહી’ ચાર જાન્યુઆરીના જીતેન્દ્ર ગજરિયાના બે ટ્વીટને લઈને કરવામાં આવી છે. પહેલા ટ્વીટમાં તેમણે ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરેને મહારાષ્ટ્રના રાબડી દેવી કહ્યા હતા. રાબડી દેવી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવનાં પત્ની છે.


જ્યારે અન્ય એક ટ્વીટમાં ગજરિયાએ ઉદ્ધવ ઠાકરે અને અજિત પવાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે મરાઠીમાં લખ્યું હતું, ‘જો રશ્મિ સરકાર ચલાવી રહી છે, તો હું શું પેશાબ કરવા માટે ડેપ્યુટી સીએમ છું?’ આ ટ્વીટમાં તેમણે પરોક્ષ રીતે અજિત પવારની એ ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે 2013 માં દુકાળથી પ્રભાવિત ખેડૂતોની ભૂખ હડતાળ અંગે કહ્યું હતું કે, ‘અમે પાણી ક્યાંથી આપીએ? શું અમારે ડેમમાં પેશાબ કરવો જોઈએ?’

આ બંને ટ્વીટને લઈને મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ તેમના ઘર આંગણે પહોંચી ગઈ હતી અને ઉઠાવી લઇ જઈને ત્રણ કલાક પૂછપરછ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top