હવામાન વિભાગની આગાહી- ‘ગુજરાતમાં 6 દિવસ મેઘ તાંડવ થશે!’ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામા

હવામાન વિભાગની આગાહી- ‘ગુજરાતમાં 6 દિવસ મેઘ તાંડવ થશે!’ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ ખાબક્યો

08/21/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હવામાન વિભાગની આગાહી- ‘ગુજરાતમાં 6 દિવસ મેઘ તાંડવ થશે!’ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામા

ગુજરાતમાં મેઘરાજા ફરી એક ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નદી-નાળા ફરી છલકાયાં છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના સમાચાર પણ આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. એવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વરસાદી માહોલ 26 ઑગસ્ટ સુધી ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 26 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 31 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને કારણે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના 21 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ છે.

22 ઑગસ્ટના રોજ કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.

23 ઑગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, દાહોદ, બોટાદ, ભાવનગર, અમરેલી, નવસારી અને વલસાડમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

24-26 ઑગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.


છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.31 ઈંચ નોંધાયો છે. જ્યારે કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.29 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, માણાવદરમાં 8.23 ઈંચ, ચિખલીમાં 7.83 ઈંચ, કપરાડામાં 7.83 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ, રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 5.98 ઈંચ, જલાલપોરમાં 5.79 ઈંચ, વરસાદ નોંધાયો હતો.  જ્યારે 103 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top