રડતાં રડતાં પગોમાં પડી ગયો ધારાસભ્યનો દીકરો, પ્રચાર છોડીને ભાગ્યા કોંગ્રેસી ઉમેદવાર

રડતાં રડતાં પગોમાં પડી ગયો ધારાસભ્યનો દીકરો, પ્રચાર છોડીને ભાગ્યા કોંગ્રેસી ઉમેદવાર

11/08/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

રડતાં રડતાં પગોમાં પડી ગયો ધારાસભ્યનો દીકરો, પ્રચાર છોડીને ભાગ્યા કોંગ્રેસી ઉમેદવાર

રાજસ્થાનમાં ચૂંટણી અગાઉ રાજકારણના ઘણા રંગ નજરે પડી રહ્યા છે. ચૂંટણી જીતવા માટે નેતા દરેક પ્રકારના હાથકંડા અજમાવી રહ્યા છે. આ દરમિયાન અલવરના રાજગઢ-લક્ષ્મણગઢ વિધાનસભા ક્ષેત્રમાં એક અજીબ ઘટના સામે આવી છે. આ સીટથી કોંગ્રેસના ઉમેદવાર માંગીલાલ મીણા સમર્થન માગવા માટે ધારાસભ્ય જોહરી લાલના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન જોહરી લાલનો દીકરો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને કોંગ્રેસ ઉમેદવારના પગોમાં પડી ગયો. અચાનક થયેલી આ ઘટનાથી કોંગ્રેસ ઉમેદવાર ગભરાઈને ભાગી ગયા. રાજગઢ-લક્ષ્મણગઢ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય જોહલી લાલ મીણાની ટિકિટ કાપીને માંગીલાલ મીણાને ઉમેદવાર બનાવ્યા છે. થોડા દિવસ અગાઉ જ માંગીલાલ મોચીની દુકાન પર બૂટ પૉલિશ કરતાં નજરે પડી. ચૂંટણી પ્રચારની આ કડીમાં તેઓ ધારાસભ્ય જોહલી લાલ મીણાના ઘરે પહોંચી ગયા.


કોંગ્રેસ સાથે સાથે ભાજપના ઉમેદવાર પર પણ આરોપ:

માંગીલાલ મીણાને જોઈને જોહરી લાલ મીણાનો દીકરો ભાષણ આપતા જોર જોરથી રડવા લાગ્યો. તેણે ભાજપના ઉમેદવાર બન્ના રામ મીણા અને કોંગ્રેસ ઉમેદવાર માંગી લાલ પર આરોપ લગાવતા કહ્યું કે, મારો ભાઈ 2-4 દિવસમાં મરવાનો છે. આ લોકોના કારણે જ મારો ભાઈ જેલમાં છે. જો તેને જામીન નહીં મળે તો તે મરી જશે. તેના મોતનો શ્રેય ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને જશે. બંને જ પરિવારને તબાહ કરવા માંગે છે. આ લોકોએ રાજનીતિ કરીને ભાઈને ફસાવ્યો છે.


ધારાસભ્યના પરિવારજનો બોલ્યા અમને ગોળી મરી દો:

ધારાસભ્યના પરિવારજનો બોલ્યા અમને ગોળી મરી દો:

ધારાસભ્ય જોહરી લાલનો દીકરો ભાષણ આપતા અચાનક માંગીલાલના પગોમાં પડી ગયો અને પગ પકડીને ખેચવા લાગ્યો. અચાનક થયેલા આ ઘટનાક્રમથી માંગીલાલ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત ધારાસભ્ય મીણાના પરિવારજનો બોલવા લાગ્યા કે અમને ગોળી મારી દેવામાં આવે. એવી રાજનીતિથી તો સારું છે કે અમે લોકો જ મરી જઇએ.


ભાગતા કોંગ્રેસ ઉમેદવારને પકડવાનો પ્રયાસ:

આખા ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર માંગીલાલ સમર્થકો સાથે ત્યાંથી નીકળવા લાગ્યા તો જોહરી લાલ મીણાના પરિવારજનો અને તેમના સમર્થક તેમને પકડવા લાગ્યા. આ દરમિયાન ધક્કા-મુક્કી થવા લાગી. જોહરી લાલ મીણાના સમર્થક કોંગ્રેસના ઉમેદવારને રોકવા લાગ્યા. જો કે, કોંગ્રેસ ઉમેદવાર ત્યાંથી નીકળી ગયા.


પૈસા લઈને ટિકિટ વેચવાનો લગાવ્યો આરોપ:

પૈસા લઈને ટિકિટ વેચવાનો લગાવ્યો આરોપ:

આ અગાઉ રાજગઢના ધારાસભ્ય જોહરી લાલ મીણા ટિકિટ કાપ્યા બાદ રડતાં નજરે પડી ચૂક્યા છે. તેમણે પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાજગઢ-લક્ષ્મણગઢ વિધાનસભા ક્ષેત્રમાં મોટા ભાગે નવી ઘાતક સામે આવી રહી છે. આ અગાઉ અહીથી ઉમેદવાર સુનિતા મીણા દંડોત્રી લગાવતા નામાંકન ભરવા પહોંચ્યા હતા, પરંતુ ટિકિટ ન મળવા પર સુનિતા મીણા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top