Delhi Assembly Election 2025: કેજરીવાલની સીટ પર હોબાળો વધ્યો, ચૂંટણી અધિકારીનો AAP અને આતિશી પર

Delhi Assembly Election 2025: કેજરીવાલની સીટ પર હોબાળો વધ્યો, ચૂંટણી અધિકારીનો AAP અને આતિશી પર મોટો આરોપ

01/07/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Delhi Assembly Election 2025: કેજરીવાલની સીટ પર હોબાળો વધ્યો, ચૂંટણી અધિકારીનો AAP અને આતિશી પર

New Delhi District Election Officer: દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવા અગાઉ નવી દિલ્હી બેઠકને લઈને ધમાસાણ વધી ગયું છે. હવે નવી દિલ્હી જિલ્લાના ચૂંટણી અધિકારીએ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ લખીને આમ આદમી પાર્ટી (AAP)ની ફરિયાદ કરી છે. અધિકારીનું કહેવું છે કે 'AAP'ના પ્રતિનિધિ વારંવાર આવીને એવી જાણકારી માગે છે જે તેમણે નહીં આપી શકાય. તેમણે એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રી તેમને કોઈ એજન્ડા વિના બોલાવે છે.

નવી દિલ્હીના જિલ્લા ચૂંટણી અધિકારીએ 4 જાન્યુઆરીએ એ પાત્ર દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો હતો, જેમાં તેમણે 'AAP'ની ફરિયાદ કરી હતી. તેમણે એ ફરિયાદ એવા સમયે કરી છે જ્યારે 'AAP'ના નેતા સતત દાવો કરી રહ્યા છે કે નવી દિલ્હી સીટ પર ખોટી રીતે મતદારોના નામ જોડવા અને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક દિવસ અગાઉ જ મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે, સમરી રિવિઝન બાદ 10 હજાર કરતા વધુ મતદારોના નામ જોડવાની અરજી આવી છે તો હજારો નામ દૂર કરવાની પણ અરજી કરવામાં આવી છે.


અધિકારીએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની પણ ફરિયાદ કરી

અધિકારીએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની પણ ફરિયાદ કરી

DEOએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ વારંવાર ઓફિસ આવે છે અને ઓબ્જેક્ટર્સ (મતદાન યાદીમાં કોઈ નામ પર આપત્તિ જાહેર કરનાર)ની વ્યક્તિગત જાણકારી માગે છે, જ્યારે ભારતીય ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ એવું કરી શકાતું નથી. અધિકારીએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની પણ ફરિયાદ કરી છે. તેમણે લખ્યું કે, ' અગાઉ પણ મને દિલ્હીના મુખ્યમંત્રી તરફથી કોઈ એજન્ડા વિના બોલાવવામાં આવ્યો છે. તેમણે ફરી કોઈ નક્કી એજન્ડા વિના મીટિંગ માટે બોલાવ્યો, જ્યાં મતદાર યાદીને લઈને ચર્ચા થઇ. તેમણે મુખ્ય ચૂંટણી અધિકારી પાસે વાતને લઈને માર્ગદર્શન માગ્યું કે તેમણે સરાકાર તરફથી બોલાવાતી બેઠકોમાં જવાની મંજૂરી છે, જેના માટે અગાઉથી કોઈ એજન્ડા કે ઉચિત કામ નક્કી ન હોય?


AAPનો જવાબ

AAPનો જવાબ

AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, ફરિયાદને લઈને તેમની સાથે મુલાકાત કરવામાં આવી, જેને તેઓ ધમકી બતાવી રહ્યા છે. તેઓ કોઈ લાટ સાહેબ નથી. અમારા પ્રત્યે તેમની જવાબદારી છે. શું DM  કે SMDએ ચૂંટણી લડવાની છે? તેમનું કામ ચૂંટણી વ્યવસ્થા અને નિષ્પક્ષતા જોવાનું છે. એટલા મોટા લાટ સાહેબ છે કે હું તમને નહીં મળી શકું? શું અમને કોઈ ફરિયાદ હોય તો MDને નહીં કરીએ? પ્રોટોકોલની વાત કરીએ તો તેમનો પ્રોટોકોલ અમારાથી ખૂબ નીચો છે. અમે તો તેમની ઓફિસ સુધી ગયા, તેમણે સન્માનિત અનુભવવું જોઈએ. શું પોતાની મતદાર યાદી બાબતે પૂછવું અને નકલી ઓબ્જેક્ટર્સ બાબતે જાણકારી લેવી ડરાવવું-ધમકાવવાનું હોય છે. એવા અધિકારી જે મળવાને ધમકી બતાવે છે તેઓ શું ચૂંટણી કરાવશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top