ધીરે ધીરે મજબૂત થઇ રહી છે વિપક્ષી એકતા! આ પૂર્વ સાથી બની રહ્યો છે મોદી સરકાર માટે માથાનો દુઃખાવ

ધીરે ધીરે મજબૂત થઇ રહી છે વિપક્ષી એકતા! આ પૂર્વ સાથી બની રહ્યો છે મોદી સરકાર માટે માથાનો દુઃખાવો

04/25/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

ધીરે ધીરે મજબૂત થઇ રહી છે વિપક્ષી એકતા! આ પૂર્વ સાથી બની રહ્યો છે મોદી સરકાર માટે માથાનો દુઃખાવ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે બેઠક યોજી હતી. વિપક્ષી પક્ષોને એકસાથે લાવવાના પ્રયાસના ભાગરૂપે નીતિશ કુમારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી સાથે કોલકાત્તામાં પણ બેઠક યોજી હતી. આ બેઠકો નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે નીતિશ કુમારની વાતચીતના 12 દિવસની અં­દર થઈ છે. સોમવારની બેઠકો દર્શાવે છે કે બંને પ્રાદેશિક પક્ષો (TMC અને SP) ના વડાઓ હવે કોંગ્રેસ પ્રત્યેની તેમની ઉદાસીનતા છોડી દેવા અને 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા વિપક્ષી જોડાણ બનાવવા માટે સંમત થયા છે. મમતા બેનર્જીએ લગભગ એક કલાક સુધી કુમાર સાથે મુલાકાત કરી હતી. નીતિશ કુમારની સાથે બિહારના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ પણ હાજર હતા.


મમતાએ નીતિશને માત્ર એક જ વિનંતી કરી કે...

મમતાએ નીતિશને માત્ર એક જ વિનંતી કરી કે...

બિહારમાં સર્વપક્ષીય બેઠકનો વિચાર, જે 'વિપક્ષી એકતાનો સંદેશ' આપશે, લગભગ 49 વર્ષ પહેલાં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ (જેપી) દ્વારા શરૂ કરાયેલ 'સંપૂર્ણ ક્રાંતિ' ચળવળની યાદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમના રાજ્ય સચિવાલય નબન્નામાંથી બહાર આવતાં મમતા બેનર્જીએ કહ્યું, મેં નીતિશ કુમારને માત્ર એક જ વિનંતી કરી છે. જયપ્રકાશજીનું આંદોલન બિહારથી શરૂ થયું હતું. જો આપણે બિહારમાં સર્વપક્ષીય બેઠક યોજીએ તો અમે નક્કી કરી શકીએ કે આગળ ક્યાં જવું છે.


અખિલેશે આરોપ લગાવ્યો...

અખિલેશે આરોપ લગાવ્યો...

લખનઉમાં કુમારના મંતવ્યોનું સમર્થન કરતા, અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ભાજપની 'ખોટી આર્થિક નીતિઓ'ને કારણે ગરીબો પીડાઈ રહ્યા છે અને મોંઘવારી અને બેરોજગારી 'ઓલ ટાઈમ હાઈ' પર છે. સપા વડાએ કહ્યું, "ભાજપને હટાવો અને દેશ બચાવો, અને અમે આ અભિયાનમાં તમારી સાથે છીએ." જો કે કોંગ્રેસની આગેવાનીમાં આ લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે અંગે આ પાર્ટીઓ હજી કોઇ નિવેદન આપતા બચી રહ્યા હોવાનું જોઇ શકાય છે. કદાચ એવું પણ બની શકે કે આ પ્રાદેષિક પક્ષો કોંગ્રેસને સાઇડલાઇન કરી ત્રીજો મોરચો રચી શકે છે.


શું કોંગ્રેસ સાથે આવશે?

શું કોંગ્રેસ સાથે આવશે?

નીતિશકુમાર જે રીતે પ્રાદેષિક પક્ષોને મળી રહ્યા છે એ જોતા આગામી લોકસભા ચૂંટણી રસપ્રદ બને તેવા એંધાણ છે. જો કે કોંગ્રેસ અલગ લડે તો તેનો સીધો ફાયદો એનડીએને થઇ શકે છે. પરંતુ કોંગ્રેસ સાથે જો આ તમામ પ્રાદેષિક સત્તાધારી પક્ષો જોડાશે તો એ ખરેખર ભાજપ તેમજ મોદી સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top