અફઘાનિસ્તાન અને ભારતે એવું જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું કે પાકિસ્તાન બોખલાયું
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી ભારતની સાત દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો માટે મહત્ત્વપૂર્ણ છે. જોકે, આ મુલાકાતથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. પાકિસ્તાને ભારત અને અફઘાનિસ્તાન દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કાશ્મીરને ભારતના ભાગ તરીકે જાહેર કરવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું. પાકિસ્તાનના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ- કાશ્મીરને ભારતનો ભાગ તરીકે જાહેર કરવું એ સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અને જમ્મુ-કાશ્મીરની કાનૂની સ્થિતિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ભારત અને અફઘાનિસ્તાનનું આ સંયુક્ત નિવેદન કાશ્મીરના લોકોના સંઘર્ષ અને બલિદાન પ્રત્યે અત્યંત અસંવેદનશીલ છે.
ભારત અને અફઘાનિસ્તાને 10 ઓક્ટોબરના રોજ એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. બંને દેશોએ આતંકવાદના તમામ ઘટનાઓની નિંદા કરી હતી અને પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ જણાવ્યું હતું કે આતંકવાદ પાકિસ્તાનની આંતરિક સમસ્યા છે. મુત્તાકીએ કહ્યું હતું કે, અમે સમજીએ છીએ કે પાકિસ્તાને ખોટું કર્યું છે. સમસ્યાઓ આ રીતે ઉકેલી શકાતી નથી. અમે ચર્ચા માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેમણે પોતાની સમસ્યાઓ જાતે જ ઉકેલવી જોઈએ. 40 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં શાંતિ આવી છે.’ આ નિવેદનથી પાકિસ્તાન બોખલાયુ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp