પિયુષ ચાવલાએ પસંદ કરી વન-ડેની ઓલ-ટાઇમ ઈન્ડિયા ODI XI; રોહિતને લઉને કહી આ વાત
ભારતીય સ્પિનર પીયૂષ ચાવલાએ પોતાની ભારતની ઓલ-ટાઇમ વન-ડે પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. પોતાની આ ટીમમાં તેણે વર્લ્ડ કપ જીતનાર ત્રણેય ભારતીય કેપ્ટનોને જગ્યા આપી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી ચૂકેલા પીયૂષ ચાવલાએ હિટમેનના ખૂબ વખાણ કર્યા હતા. તેણે રોહિત શર્માને કેપ્ટનના બદલે એક લીડર ગણાવ્યો હતો.
શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર પીયૂષ ચાવલાએ કહ્યું, રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ 2023 અને T20 વર્લ્ડ કપ 2024માં તેની બેટિંગથી એક ઉદાહરણ સેટ કર્યું. રોહિત ખરેખર બોલરોનો કેપ્ટન છે. હું તેને એક મહાન કેપ્ટન માનું છું. પરંતુ તે મેદાન પર એકદમ સ્માર્ટ છે.
પીયૂષ ચાવલાની ભારતની ઓલ-ટાઇમ વન-ડે પ્લેઇંગ 11 વિશે વાત કરીએ તો તેણે સચિન તેંડુલકર અને રોહિત શર્માને ઓપનર તરીકે પસંદ કર્યા. તેણે ત્રીજા નંબર પર વીરેન્દ્ર સેહવાગને તક આપી. નંબર 4 પર વિરાટ કોહલીને અને યુવરાજ સિંહને પાંચમા નંબરે રાખ્યો. ચાવલાએ પોતાની ટીમમાં છઠ્ઠા નંબર પર વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને જગ્યા આપી છે. તેણે દિગ્ગજ કપિલ દેવને 7માં નંબરે જગ્યા આપી છે. પીયૂષ ચાવલાએ પોતાની ટીમમાં હરભજન સિંહ, અનિલ કુંબલેના રૂપમાં 2 સ્પિનરો અને જસપ્રિત બુમરાહ અને ઝહીર ખાનના રૂપમાં 2 ફાસ્ટ બોલરને જગ્યા આપી છે.
સચિન તેંદુલકર, રોહિત શર્મા, વિરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની, કપિલ દેવ, હરભજન સિંહ, અનિલ કુંબલે, જસપ્રીત બુમરાહ, ઝહીર ખાન.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp