‘..તો ચીન બરબાદ થઈ જશે’, ટ્રમ્પની ડ્રેગનને ચીમકી-, ભારત સાથે બીજિંગની નિકટતા અમેરિકાને ખટકી ર

‘..તો ચીન બરબાદ થઈ જશે’, ટ્રમ્પની ડ્રેગનને ચીમકી-, ભારત સાથે બીજિંગની નિકટતા અમેરિકાને ખટકી રહી છે?

08/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘..તો ચીન બરબાદ થઈ જશે’, ટ્રમ્પની ડ્રેગનને ચીમકી-, ભારત સાથે બીજિંગની નિકટતા અમેરિકાને ખટકી ર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી. જોકે હવે તેની સમયમર્યાદા પૂરી થવા આવી છે. આ અગાઉ જ ટ્રમ્પે ચીનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકા પાસે કેટલાક એવા કાર્ડ છે, જેને તેઓ રમવા માગતા નથી. જોકે, આ મામલાને સંભાળતા ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ચીન અને અમેરિકા સારી મિત્રતા તરફ આગળ વધી રહ્યા છે. આ દિવસોમાં ભારત અને ચીન પણ નજીક આવ્યા છે. આ વાત ટ્રમ્પને પણ ખટકી રહી કરી રહી છે.

વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘આપણા ચીન સાથે સારા સંબંધો રહેશે. તેમની પાસે કેટલાક શાનદાર કાર્ડ છે, પરંતુ અમારી પાસે અવિશ્વસનીય કાર્ડ છે. જોકે, હું તે કાર્ડ રમવા માગતો નથી. જો હું તે કાર્ડ રમીશ, તો ચીન બરબાદ થઈ જશે. હું આ કાર્ડ નહીં રમું.’


શું ટ્રમ્પને ભારત-ચીન નજીક આવવાની વાત ખટકી રહી છે?

શું ટ્રમ્પને ભારત-ચીન નજીક આવવાની વાત ખટકી રહી છે?

આજકાલ ભારત અને ચીન વચ્ચે નિકટતા વધી છે. ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. તેણે કહ્યું છે કે તે ભારતને મદદ કરશે. ચીને ભારતને રેર અર્થ મટિરિયલ અને ટનલ બોરિંગ મશીનો પૂરા પાડવાની ખાતરી આપી છે. ભારત અને ચીન વચ્ચે વધતી નિકટતાથી ટ્રમ્પ નારાજ છે. તે ચીન પર 200 ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી શકે છે. જોકે, તેમણે અત્યાર સુધી તેનો ઉલ્લેખ કર્યો નથી.


ચીન પ્રત્યે ટ્રમ્પનું કૂણું વલણ

ચીન પ્રત્યે ટ્રમ્પનું કૂણું વલણ

ટ્રમ્પને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાથી વાંધો છે. આ કારણોસર તેમણે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. અગાઉ, ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં વધુ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, મહત્ત્વની વાત એ છે કે તેમણે ચીન પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું છે, જ્યારે ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top