યે શાહરૂખ ખાન કી ‘જવાન’ નહીં, કમલનાથ કી ‘હૈવાન’ હૈ…મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા પોસ્ટર વોર

યે શાહરૂખ ખાન કી ‘જવાન’ નહીં, કમલનાથ કી ‘હૈવાન’ હૈ…મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા પોસ્ટર વોર

09/13/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

યે શાહરૂખ ખાન કી ‘જવાન’ નહીં, કમલનાથ કી ‘હૈવાન’ હૈ…મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા પોસ્ટર વોર

વિધાનસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની તર્જ પર કમલનાથનું 'હૈવાન' વાળું પોસ્ટર જારી કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં કમલનાથને ભ્રષ્ટાચારના 'હેવાન' ગણાવ્યા છે. આ સાથે જ પોસ્ટરમાં બાર કોડ પણ આપવામાં આવ્યો છે જેને ખોલવા પર 'કરપ્શન નાથ' વેબસાઈટ ખુલી રહી છે.


કમલનાથ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર

કમલનાથ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર

આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે. તે પહેલા આ પોસ્ટર વોરને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. આ પોસ્ટરમાં કમલનાથને વચન તોડનારા ગણાવ્યા છે. આ ઉપરાંત આ પોસ્ટર દ્વારા કમલનાથ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં દુશ્મન સાથે દોસ્તી અને દેશ સાથે ગદ્દારી કરવાની વાત કહેવામાં આવી હતી.


હિન્દુઓનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ

હિન્દુઓનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ

કહેવામાં આવ્યું છે કે, કમલનાથ દુશ્મનની ભાષા બોલે છે. ભારતની છબી ખરાબ કરવા માટે તેમણે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, આપણું ભારત મહાન નથી બદનામ છે. તેમણે કોરોના મહામારી દરમિયાન ખોટી માહિતી ફેલાવી હતી. પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દુઓનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ છે. કમલનાથને તુષ્ટિકરણનો ગેમ પ્લાનર કહેવામાં આવ્યા છે. તેમને ભ્રષ્ટાચારના ગાઢ મિત્ર કહેવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 1993 થી 2003 સુધી કોંગ્રેસે મધ્યપ્રદેશને બરબાદ કરી નાખ્યું છે. પોસ્ટરમાં કમલનાથ તો લાચાર દર્શાવવામાં આવ્યા છે.


કોંગ્રેસના 15 મહિનાના કાંડનો ઉલ્લેખ

આ ઉપરાં પોસ્ટરમાં બીજી પણ ઘણી વાતો કહેવામાં આવી છે. કોંગ્રેસના 15 મહિનાના કાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના શાસનમાં પછાત વર્ગોની હાલત બગડી છે. એવું કહેવામાં આવ્યુ છે કે, કોંગ્રેસ 41 વર્ષ સુધી સત્તામાં રહી પરંતુ ક્યારેય કોઈ પછાત આદિવાસી વ્યક્તિને મુખ્યમંત્રી ન બનાવ્યો. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ મહિલાઓ માટે 'કાળ' છે.


મહિલાઓ પ્રત્યે કમલનાથની ગંદી માનસિકતા

કમલનાથ મહિલાઓ પ્રત્યે ગંદી માનસિકતા ધરાવે છે. તેમણે મહિલા ઉમેદવાર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે ક્વોટા અને સજાવટને ધ્યાનમાં રાખીને મતદાન ન કરવાનું કહ્યું હતું. ખેડૂતોની વાત કરીએ તો આ પોસ્ટરમાં કહેવાયું છે કે, લોન માફીનું ખોટું વચન આપીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. લોન માફીની પ્રક્રિયામાં રૂ. 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પોસ્ટરમાં કમલનાથ અને કોંગ્રેસ પર અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top