Punjab: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, 2 નેતાઓએ ધરી દીધા રાજીનામાં; CMના પિતરાઇ ભાઈએ જ આ મામલે વિર

Punjab: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, 2 નેતાઓએ ધરી દીધા રાજીનામાં; CMના પિતરાઇ ભાઈએ જ આ મામલે વિરોધ નોંધાવ્યો

08/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Punjab: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, 2 નેતાઓએ ધરી દીધા રાજીનામાં; CMના પિતરાઇ ભાઈએ જ આ મામલે વિર

Punjab News: પંજાબ સરકાર દ્વારા લાગૂ કરવામાં આવી રહેલી લેન્ડ પૂલિંગ પોલિસી પર વિવાદ વધી રહ્યો છે. ખેડૂતો અને વિપક્ષી પાર્ટીના નેતાઓના વિરોધ બાદ, હવે આમ આદમી પાર્ટી (AAP)ના ઘણા નેતાઓએ પણ પોતાની સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મોગા જિલ્લા આયોજન બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ હરમનદીપ સિંહ દિદારેવાલાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


CM માનના પૂર્વ OSD કર્યો વિરોધ

CM માનના પૂર્વ OSD કર્યો વિરોધ

મુખ્યમંત્રી ભગવંત  માનના ભૂતપૂર્વ OSD ઓમકાર સિંહ સિદ્ધુએ પણ લેન્ડ પૂલિંગ પોલિસીનો વિરોધ કરતા પોસ્ટ લખી છે અને દિલ્હીના નેતૃત્વ પર નિશાન સાધ્યું છે. સિદ્ધુએ લખ્યું છે કે, ‘જે પાર્ટી પોતાને ખેડૂતોનો હિતેચ્છુ કહે છે અને MSP આપવાનું વચન આપીને સરકાર બનાવે છે, તે જ આમ આદમી પાર્ટી હવે ખેડૂતોની જમીન છીનવી લેવાની નીતિઓ બનાવી રહી છે. એ વાત પણ સ્પષ્ટ છે કે આ નીતિ દિલ્હીના લોકોએ પોતાના અંગત ફાયદા માટે બનાવી છે. ઇતિહાસ સાક્ષી છે કે પંજાબના લોકોએ ક્યારેય દિલ્હીની મનમાની માની નથી અને હવે પણ નહીં માનીએ. સુનામમાં રેલી દરમિયાન, કેજરીવાલના ભાષણ દરમિયાન લોકોનું વોકઆઉટ એ વાતનો પુરાવો છે કે પંજાબના લોકો દિલ્હીના નેતૃત્વથી નારાજ છે. આ સાથે, ઓમકાર સિંહ સિદ્ધુએ પંજાબ લેન્ડ પૂલિંગ પોલિસી 2025નો વિરોધ કર્યો અને કહ્યું કે આ માત્ર ખેડૂતોની નહીં, પરંતુ સમગ્ર પંજાબની લડાઈ છે.


મુખ્યમંત્રીના પિતરાઈ ભાઈએ વિરોધ વ્યક્ત કર્યો

મુખ્યમંત્રીના પિતરાઈ ભાઈએ વિરોધ વ્યક્ત કર્યો

માત્ર એટલું જ નહીં, મુખ્યમંત્રી ભગવંત માનના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહ માને  પણ આ નીતિનો વિરોધ કર્યો. જ્ઞાન સિંહ માને ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘જેમ  પ્રકારે કુર્બાની વિરોધી કાયદાને જનતાનો અભિપ્રાય જાણવા માટે સ્થાયી સમિતિને સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે, તેવી જ રીતે લેન્ડ પૂલિંગ બિલ લાગુ કરતા પહેલા જમીન ધારકો અને ખેડૂતોનો અભિપ્રાય લેવો જોઈએ, જેથી ગુરુઓ અને પીરોની ભૂમિ પંજાબ નિરંતર પ્રગતિ અને ખુશાલી  તરફ અગ્રેસર રહે અને ખુશ રહે. આ ઉપરાંત, લુધિયાણા, સંગરુર, ધુરી, અમૃતસર સહિત ઘણી જગ્યાએ પાર્ટીના નેતાઓ આ બિલ પર પુનર્વિચાર કરવાની વાત કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top