ફરી એકવાર રાખી સાવંત બની બેબાક, કહ્યું - 'મારી સાથે પંગો ન લો, ડોનાલ્ડ ટ્રમ્પ મારા.....!?' જુઓ વિડીઓ
બોલ્ડનેસ માટે હમેશાં લાઈમલાઈટમાં રહેતી રાખી સાવંત ફરી એકવાર પોતાની વિચિત્ર ટિપ્પણીને કારણે ચર્ચામાં આવી છે. વાત એમ છે કે, તેણીએ પેપારાઝી સાથેની વાતચીતમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એક મજાકીય અને ચોંકાવનારી વાત કરી, જેના કારણે ત્યાં હાજર મીડિયા હસી પડ્યું હતું.
રાખી સાવંતે કહ્યું હતું કે, "મારી માતા હવે આ દુનિયામાં નથી. તેણીએ મારા માટે એક ચિઠ્ઠી છોડી હતી કે, 'તમારા અસલી પિતા તો ડોનાલ્ડ ટ્રમ્પ છે.' તેણીની આ રમુજથી સૌ કોઈ ચોંકી ગયા હતા અને બધાની હસી છૂટી ગઈ હતી. પછી જ્યારે એક રિપોર્ટરે તેણીને ટ્રમ્પ દ્વારા ભારતીય વડાપ્રધાન મોદીને પરેશાન કરવા અંગે ચીડવ્યા, ત્યારે રાખીએ પલટવાર કરતાં તરત જ જવાબ આપ્યો હતો કે, "બહુ-બહુ આભાર. મારાથી પંગો ન લો."
View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan)
A post shared by F I L M Y G Y A N (@filmygyan)
આ ઉપરાંત રાખીએ પોતાના સામાન્ય મજાકીયા મૂડથી હટીને, ભાવુક થઈને જણાવ્યું હતું કે, શા માટે તેણીએ ભારત છોડીને દુબઈમાં શિફ્ટ થવું પડ્યું. તેણીએ ખુલાસો કર્યો હતો કે, કેન્સરને કારણે પોતાના માતા-પિતા બંનેને ગુમાવ્યા પછી, તે મીડિયાની નજરથી દૂર રહેવા અને એક નવી શરૂઆત કરવા માંગતી હતી. અહેવાલો અનુસાર, રાખીએ દુબઈમાં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે અને તે અલ કરામામાં એક એક્ટિંગ એકેડમી શરૂ કરવા સહિતના નવા વ્યવસાયિક સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
રાખી સાવંતનું અંગત જીવન ભૂતકાળમાં વિવાદોથી ભરેલું રહ્યું છે. વિવાદો છતાં, રાખી સાવંત ક્યારેય લાઇમલાઇટથી દૂર રહેતી નથી, પછી તે ટ્રમ્પ અંગેની મજાક હોય કે પોતાના અંગત સંઘર્ષોની ચર્ચા. તે તેમના પૂર્વ પતિ આદિલ ખાન દુર્રાની સાથે કડવા છૂટાછેડા અને અનેક કાયદાકીય વિવાદોમાં ઊલઝેલી રહી છે. રાખીએ આદિલ પર નાણાકીય ગેરવહીવટ, ઘરેલુ હિંસા અને જબરન વસૂલીના આરોપો લગાવ્યા હતા. બીજી તરફ, આદિલ ખાને રાખીએ સંપત્તિમાં છેતરપિંડી અને બેવફાઈનો આરોપ લગાવ્યો હતો, સાથે જ દાવો કર્યો હતો કે રાખીએ તેના અંગત વીડિયો લીક કર્યા હતા. કેટલાક વિવેચકોએ કહ્યું કે રાખી ધરપકડથી બચવા માટે વિદેશ ગઈ હતી, પરંતુ રાખીએ હંમેશા નવા કરિયરની તકોને તેનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp