રશ્મિકા મંદાનાએ વિજય સાથે કરી લીધી ગુપચુપ સગાઇ, લગ્નની જાહેરાત પણ કરવામાં આવી, જાણો સત્ય?!

રશ્મિકા મંદાનાએ વિજય સાથે કરી લીધી ગુપચુપ સગાઇ, લગ્નની જાહેરાત પણ કરવામાં આવી, જાણો સત્ય?!

10/04/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

રશ્મિકા મંદાનાએ વિજય સાથે કરી લીધી ગુપચુપ સગાઇ, લગ્નની જાહેરાત પણ કરવામાં આવી, જાણો સત્ય?!

એક સમયે નેશનલ ક્રશનું બિરુદ મેળવી ચૂકેલી સાઉથ તેમજ હવે બોલીવુડમાં પણ પ્રખ્યાત એવી અભિનેત્રી રશ્મિકા મંદાનાની સગાઈની ખબરો સામે આવી રહી છે. ખબરો મુજબ, એક્ટ્રેસે ફેમિલી અને ખાસ મિત્રોની હાજરીમાં ગુપચુપ રીતે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ કપલના લગ્ન 2026ની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં થશે. જો કે હજુ સુધી આ લગ્ન કે, સગાઈની ઓફિશિયલ જાહેરાત થઈ નથી.



ફેન્સને પાઠવી શુભકામના

ફેન્સને પાઠવી શુભકામના

તાજેતરમાં રશ્મિકા મંદાનાની એક પોસ્ટ ખૂબ વાઈરલ થઈ હતી, જેમાં એક્ટ્રેસ સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. પોસ્ટમાં એક્ટ્રેસ ટ્રેડિશનલ લુકમાં છે અને માથા પર તિલક લગાવેલું છે. આ પોસ્ટ દ્વારા તેણે ફેન્સને દશેરાની શુભકામના પાઠવી હતી. એક્ટ્રેસે પોસ્ટમાં લખ્યું હતું, 'દશેરાની શુભકામના માય Loves. આ વર્ષે તમે બધાએ થામાના ટ્રેલર અને અમારા ગીત પર જે પ્રેમ વરસાવ્યો તેના માટે હું આભારી છું. તમારા મેસેજ, ઉત્સાહ, નિરંતર સમર્થન... તમે મારી દરેક ક્ષણને મોટી અને ખુશનુમા બનાવી દો છે. હું પ્રમોશન દરમિયાન તમને મળવા ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહી છું.'



સત્તાવાર જાહેરાત ક્યારે?

સત્તાવાર જાહેરાત ક્યારે?

પરંતુ સગાઈ અને લગ્નની ખબર વચ્ચે રશ્મિકા કે વિજય દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અને ન તો બંનેએ પોતાના રિલેશનશિપને સત્તાવાર રીતે જાહેર કર્યું છે. જો કે, સોશિયલ મીડિયા પર તેમના સાથે વેકેશનની તસવીરો ઘણું બધું કહી જાય છે. અને તેના પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. વળી, હવે સગાઈ અને લગ્નની ખબર વચ્ચે ફેન્સ તેમને શુભકામના પાઠવતા જોવા મળી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top