BJP Rebels : પક્ષ વિરોધી કામ કરનારા BJPના નેતાઓને ગાંધીનગરથી આવ્યું તેડું, તેમના વિરુદ્ધ થઇ શકે

BJP Rebels : પક્ષ વિરોધી કામ કરનારા BJPના નેતાઓને ગાંધીનગરથી આવ્યું તેડું, તેમના વિરુદ્ધ થઇ શકે છે કડક કાર્યવાહી

01/13/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

BJP Rebels : પક્ષ વિરોધી કામ કરનારા BJPના નેતાઓને ગાંધીનગરથી આવ્યું તેડું, તેમના વિરુદ્ધ થઇ શકે

ગુજરાત ડેસ્ક : વિધાનસભાની ચૂંટણી સમયે BJPના ઘણા નેતાઓની ટીકીટ કાપવામાં આવી હતી જેથી ટીકીટ ન મળતા કેટલાક નેતાઓ પાર્ટીથી નારાજ થયા હતા અને ચૂંટણી સમયે ભાજપને નુકસાન થાય તેવી પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી હતી. જેને લઇ પ્રદેશ ભાજપ સુધી આ ફરિયાદ પહોંચી હતી. આવા હોદ્દોદારોને આજે ગાંધીનગરથી  તેડું આવ્યું  છે અને સુરેન્દ્રનગરના ચોટીલામાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ભાજપના હોદ્દેદારો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.


10 હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું

10 હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું

વિધાનસભા ચૂંટણી સમયે ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપ વિરોધી કામગીરી કરનાર 10 હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ભાજપને નુકસાન થાય એવું કાર્ય કરનાર 10 હોદ્દેદારોને પ્રદેશ ભાજપ તરફથી ગાંધીનગર બોલાવવામાં આવ્યાં છે. જિલ્લા ઉપાધ્યક્ષ સહિત 10 હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. હવે જોવું રહ્યું કે આ હોદ્દોદારો સામે કેવાં  પગલાં લેવામાં આવે છે.


અમિત શાહે થોડા સમય પહેલા દિલ્લીમાં લીધા હતા ક્લાસ!

અમિત શાહે  થોડા સમય પહેલા દિલ્લીમાં લીધા હતા ક્લાસ!

ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા 6 સાસંદોને ભાજપે ઠપકો આપ્યો છે. એક માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના બે, તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના બે સાંસદોને ઠપકો આપવામાં આવ્યો છે તેમાંથી બે સાંસદ કેન્દ્રમાં મોટો હોદ્દો પણ ધરાવે છે. આ સાંસદોના ક્લાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા તથા સી.આર. પાટીલની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક એવી પણ  વિગતો સામે આવી છે કે અમિત શાહ આજે સાંજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે  છે તે દરમિયાન આ સાંસદો અંગે નિર્ણય લેવાઈ શકે છે


અમિત શાહ આજે સાંજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે

અમિત શાહ આજે સાંજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોચશે અને  આવતીકાલે તેઓ ઉતરાયણનું પર્વ પરિવાર અને કાર્યકરો સાથે ઉજવશે. બે દિવસ દરમિયાન તેઓ 14 જાન્યુઆરીના રોજ સવારે વેજલપુર વિસ્તારમાં કાર્યકરો સાથે ઉતરાયણનો તહેવાર મનાવશે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણ ઉજવશે.

14 જાન્યુઆરીના રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવ્યા બાદ બપોરે વંદે માતરમ સિટી ખાતે પણ કાર્યકરો સાથે ઉતરાયણ મનાવશે. તો સાંજે કલોલમાં પણ કાર્યકરો સાથે અમિત શાહ ઉતરાયણ મનાવશે. 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મોટી આદરજ ગામ ખાતે સહકારી કાર્યક્રમમાં પણ સામેલ થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top