T20 વર્લ્ડ કપમાં આ વખત થશે પૈસાઓનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

T20 વર્લ્ડ કપમાં આ વખત થશે પૈસાઓનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

06/04/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 વર્લ્ડ કપમાં આ વખત થશે પૈસાઓનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

ICC મેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે. આ વખત T20 વર્લ્ડ કપ 2 જૂનથી લઈને 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને USAમાં રમાઈ રહ્યો છે. આ T20 વર્લ્ડ કપમાં હિસ્સો લેનારી ટીમો પર ખૂબ પૈસાઓનો વરસાદ થવાનો છે. મેગા ઇવેન્ટ માટે ICCએ 3 જૂને પ્રાઇઝ મનીની પણ જાહેરાત કરી દીધી. ચાલો તો જાણીએ ICCએ જાહેર કરેલી પ્રાઇઝ મની બાબતે.


વિજેતા ટીમને મળશે 20.36 કરોડ રૂપિયા:

વિજેતા ટીમને મળશે 20.36 કરોડ રૂપિયા:

T20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમને લગભગ 20.36 કરોડ રૂપિયા (2.45 મિલિયન ડૉલર) મળશે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત વિજેતા ટીમને આટલી મોટી રકમ મળશે. તો ફાઇનલમાં હારનારી ટીમ એટલે કે ઉપવિજેતા ટીમને લગભગ 10.64 કરોડ (1.28 મિલિયન ડૉલર) મળશે. જ્યારે સેમીફાઇનલમાં પહોંચનારી બાકી બે ટીમોને એક સમાન 6.54 કરોડ (787,500 ડૉલર) આપવામાં આવશે. T20 વર્લ્ડ કપમાં આ વખત 20 ટીમો હિસ્સો લઈ રહી છે. દરેક ટીમને ICC તરફથી કેટલીક રકમ આપવામાં આવશે. સુપર-8 (બીજા રાઉન્ડ)માં આગળ ન જનારી ટીમમાં દરેકને 382,500 ડૉલર (લગભગ 3.17 કરોડ રૂપિયા) મળશે.


લગભગ 93.51 કરોડ આપશે ICC:

લગભગ 93.51 કરોડ આપશે ICC:

9-12માં નંબર સુધી રહેનારી ટીમોને દરેકને 247,500 ડૉલર (લગભગ 2.57 કરોડ રૂપિયા), જ્યારે 13-20 સુધી રહેનારી દરેક ટીમને 225,000 ડૉલર (લગભગ 1.87 કરોડ રૂપિયા) મળશે. એ સિવાય મેચ જીતવા પર (સેમીફાઇનલ અને ફાઇનલને છોડીને) ટીમોને અતિરિક્ત 31,154 ડૉલર (લગભગ 25.89 લાખ) રૂપિયા મળશે. T20 વર્લ્ડ કપ માટે કુલ 11.25 મિલિયન ડૉલર (લગભગ 93.51 કરોડ રૂપિયા)ની પ્રાઇઝ મની નક્કી કરવામાં આવી છે.


આ વખત ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે

આ વખત ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે

આ વખત T20 વર્લ્ડ કપની મેચો 9 મેદાનો પર થઈ રહી છે. તેમાંથી 6 વેસ્ટ ઈન્ડીઝ અને 3 અમેરિકામાં છે. વેસ્ટ ઈન્ડીઝમાં બારબુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેંટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ સિવાય ત્રિનિદાદ અને ટોબેગોમાં આયોજિત કરવામાં આવી રહી છે. જ્યારે અમેરિકાના ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાઈ રહી છે. આ વખત ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે, જેમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top