ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર..! ભારતના પૂર્વ ક્રિકેટરએ ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા

ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર..! ભારતના પૂર્વ ક્રિકેટરએ ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા

06/20/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર..! ભારતના પૂર્વ ક્રિકેટરએ ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા

Former Indian Cricketer David Johnson Passed Away : ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારના સમાચાર આવ્યાં છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અને કર્ણાટક રણજી ક્રિકેટર ડેવિડ જોહ્ન્સને ગુરુવારે એક ખાનગી એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી.


આ કારણે કરી આત્મહત્યા

આ કારણે કરી આત્મહત્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેવિડ જોહ્ન્સને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી.માહિતી મળતાં જ કોથનૂર પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી. તેમના મૃતદેહને ક્રિસેન્ટ હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો છે. ડેવિડ જોનસનનો જન્મ 16 ઓક્ટોબર 1971એ થયો હતો. જોહ્ન્સને પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ઝડપી બોલર તરીકે કરી હતી.


ટીમ ઈન્ડિયામાં 1996માં કર્યું ડેબ્યૂ

ટીમ ઈન્ડિયામાં 1996માં કર્યું ડેબ્યૂ

ટીમ ઈન્ડિયા તરફથી તેમણે 1996માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું જ્યાં તેમણે બે ટેસ્ટ મેચ રમી. પોતાની આશાજનક શરૂઆત અને ઉલ્લેખનીય ગતિ છતાં તેમને નિરંતરતા અને ફિટનેસની સાથે સંઘર્ષ કરવો પડ્યો, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના અવસર સીમિત થઈ ગયાં.ડેવિડ જોહ્ન્સને કર્ણાટક માટે ઘરેલૂ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું જ્યાં તેમને વધુ સફળતા મળી અને તેમણે પોતાની ટીમને બોલિંગમાં મજબૂતી આપી. ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યાં બાદ તે યુવા ક્રિકેટરોને કોચિંગ અને સલાહ આપતાં રહેતાં હતાં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top