‘કેશવ પ્રસાદ મૌર્યે કરી દીધો ખેલ! થોડા મહિનામાં CM યોગી..’, BJPમાં ખટપટ વચ્ચે સપાનો મોટો દાવો

‘કેશવ પ્રસાદ મૌર્યે કરી દીધો ખેલ! થોડા મહિનામાં CM યોગી..’, BJPમાં ખટપટ વચ્ચે સપાનો મોટો દાવો

07/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘કેશવ પ્રસાદ મૌર્યે કરી દીધો ખેલ! થોડા મહિનામાં CM યોગી..’, BJPમાં ખટપટ વચ્ચે સપાનો મોટો દાવો

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેશવ પ્રયાસ મૌર્ય વચ્ચે તણાવ લાઇમલાઇટમાં છે, જેના પર વિપક્ષી દળ સમાજવાદી પાર્ટી (SP) સતત કટાક્ષ કરી રહી છે. આ દરમિયાન સપાએ દાવો કર્યો કે, આગામી થોડા મહિનામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખુરશી જતી રહેશે. મુખ્યમંત્રી યોગી અને BJPપ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી બંને કેશવ પ્રસાદ મૌર્યના નિશાના પર છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ કરી છે.


સમાજવાદી પાર્ટીએ પોસ્ટ કરીને કર્યો આ દાવો

સમાજવાદી પાર્ટીએ પોસ્ટ કરીને કર્યો આ દાવો

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના ઘર પર નેતાઓને મળી મળીને કેશવ પ્રસાદ મૌર્યએ મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ અંદરો અંદર ખેલ કરી દીધો છે. સંભવતઃ આગામી થોડા મહિનાઓમાં મુખ્યમંત્રી યોગીની ખુરશી જતી રહેશે. સતત કેશવ પ્રસાદ મૌર્ય પોતાના નેતૃત્વમાં ગ્રુપ તૈયાર કરી રહ્યા છે જે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને મુખ્યમંત્રી વિરુદ્ધ બોલી રહ્યું છે અને પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી વિરુદ્ધ બળવો કરવા કેશવ પ્રસાદ મોર્ય ધાર અને તાકત આપી રહ્યા છે. ભૂપેન્દ્ર ચૌધરી અને મુખ્યમંત્રી યોગી બંને જ કેશવ પ્રસાદ મૌર્યની રડાર પર છે અને બંને વિરુદ્ધ ખૂલીને કેશવ ખેલી રહ્યા છે. સપાના આ દાવા બાદ હલચલ તેજ થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top