નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરમજનક કૃત્ય, મોહમ્મદ શમીનું નામ લઇ જય શ્રી રામના નારા લાગ્યા; જુઓ વી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરમજનક કૃત્ય, મોહમ્મદ શમીનું નામ લઇ જય શ્રી રામના નારા લાગ્યા; જુઓ વીડિયો

03/11/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરમજનક કૃત્ય, મોહમ્મદ શમીનું નામ લઇ જય શ્રી રામના નારા લાગ્યા; જુઓ વી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ વચ્ચે અત્યંત શરમજનક કૃત્યનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં હાજર કેટલાક દર્શકો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ લઈને જય શ્રી રામનો નારા લગાવતા સાંભળવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ભારે ચર્ચા થઈ રહી છે.

આ ઘટના અમદાવાદ ટેસ્ટની શરૂઆત પહેલાની કહેવાય છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ બાઉન્ડ્રીની નજીક ઉભા જોવા મળે છે. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકો સૂર્યકુમાર યાદવનું નામ બોલાવે છે, ત્યારબાદ મોહમ્મદ શમીને જોતા જ તેઓ જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. અહીં એક દર્શકને 'જય શ્રી રામ શમી' કહેતા પણ સાંભળવા મળે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક ક્રિકેટ ચાહકો તેને ખોટું ગણાવી રહ્યા છે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આ મામલે પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે. મોહમ્મદ શમી સાથે આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ, જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે એકતરફી 10 વિકેટથી હારી ગઈ હતી, ત્યારે સોશિયલ મીડિયા પર એક ખાસ ધર્મના યૂઝર્સે શમીને આ હાર માટે દોષી માન્યા હતા. પાકિસ્તાન સામે હારનો સમગ્ર દોષ શમી પર ઢોળવામાં આવ્યો હતો. આ પછી સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજો શમીના સમર્થનમાં સામે આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top