1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાના ખેલાડી રહેલા આ ક્રિકેટરનું હાર્ટ અટેકથી નિધન

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાના ખેલાડી રહેલા આ ક્રિકેટરનું હાર્ટ અટેકથી નિધન

07/13/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાના ખેલાડી રહેલા આ ક્રિકેટરનું હાર્ટ અટેકથી નિધન

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્ષ ૧૯૮૩માં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ (Cricket World cup 1983) કપમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો હતો. ભારતની આ વિજેતા ટીમના સભ્ય અને પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું (Yashpal Sharma) ૬૬ વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે સવાર તેમને હાર્ટ અટેક (Heart Attack) આવ્યો અને તેમણે ફાની દુનિયાને અલવિદા કહી દીધું.

યશપાલ ભારતીય ક્રિકેટ ટીમમાંથી ૩૭ ટેસ્ટ મેચ અને ૪૨ વન-ડે મેચ રમ્યા હતા. ટેસ્ટમાં તેમણે ૨ શતક અને ૯ અર્ધશતક સાથે કુલ ૧૬૦૬ રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર ૧૪૦ રનનો રહ્યો છે. જ્યારે વન-ડેમાં તેમણે ૪ અર્ધશતક સાથે ૮૮૩ રન બનાવ્યા હતા.

તેમણે વર્ષ ૧૯૭૯ માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. કારકીર્દીની પ્રથમ ટેસ્ટ મેચમાં તેમણે બંને ઇનિંગ મળીને ૧૬ રન કર્યા હતા. જ્યારે વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ તેમણે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ કર્યું હતું. આ મેચમાં તેમણે ૫ રન બનાવ્યા હતા. તેમણે ઇંગ્લેન્ડના પ્રખ્યાત લોર્ડ્ઝના મેદાન પર પોતાની પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી હતી.

તેમનો જન્મ ૧૧ ઓગસ્ટ ૧૯૫૪ ના રોજ પંજાબના લુધિયાનામાં થયો હતો. વર્ષ ૧૯૭૨ માં તેમણે પંજાબ સ્કુલ્સ તરફથી જમ્મુ-કાશ્મીર સ્કુલ્સ વિરુદ્ધ ક્રિકેટ મેચમાં ૨૬૦ રન બનાવીને ચમક્યા હતા. ત્યારબાદ બે વર્ષમાં જ સ્ટેટ ટીમમાં તેમનું સિલેક્શન થઇ ગયું હતું. વર્ષ ૧૯૭૯ ના ક્રિકેટ વર્લ્ડ કપમાં તેઓ ભારતની ટીમમાં હતા પરંતુ તેમને એકેય મેચ રમવાની તક મળી ન હતી.

વર્ષ ૧૯૮૩માં રમાયેલ ક્રિકેટ વર્લ્ડ કપમાં તેમણે ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને પહેલી જ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ૮૯ રન બનાવ્યા હતા. આ મેચમાં તેઓ મેન ઓફ ધ મેચ બન્યા હતા. આજે ૬૬ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


૧૯૮૩ માં ભારત પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું

૧૯૮૩ માં ભારત પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું

જ્યારે જ્યારે ભારતમાં ક્રિકેટની ચર્ચા ચાલે છે ત્યારે ૧૯૮૩ ના ક્રિકેટ વર્લ્ડ કપને અચૂક યાદ કરવામાં આવે છે, કારણ કે ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડના લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઈનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને કપ જીત્યો હતો અને જેની સાથે ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું.

નોંધવું જરૂરી છે કે ભારત અત્યાર સુધી બે વખત વર્લ્ડ કપ જીતી ચુક્યું છે. ૧૯૮૩ માં વર્લ્ડ કપ જીત્યા બાદ ૨૮ વર્ષ બાદ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ભારત વર્લ્ડ કપ જીત્યું હતું. ત્યારે વર્લ્ડ કપની યજમાની ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશે કરી હતી. હવે વર્ષ ૨૦૨૩ નો વર્લ્ડ કપ ફરી ભારતમાં રમાય તેવી શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top